મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરી બનતા ભારે હાલાકી:પંજાબ-હરિયાણામાં ખેતીના પાક બાળવાનું પ્રમાણ વધ્યું

ફટાકડાને કારણે થતું પ્રદૂષણ પણ વાતાવરણમાં ઉમેરાશે.

નવી દિલ્હી : દિવાળીના તહેવારોમાં જ દિલ્હીની હવા ઝેરી બનતા દિલ્હીવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી પંજાબ અને હરિયાણાના ખેતરોમાં પાકના અવશેષો બાળવાની ઘટનાઓ સતત વધી રહી હોવાથી તેની સીધી અસર દિલ્હીના વાતાવરણ પર થઇ રહી છે. દિવાળી બાદ દિલ્હીના પ્રદૂષણમાં વધારો થઇ શકે છે.

   અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સેટેલાઇટ ડેટાના આધારે જણાવ્યું કે છેલ્લા 2-3 દિવસોમાં પાકના અવશેષો બાળવાની ઘટના પહેલાની સરખામણીએ બમણી થઇ ગઇ છે.

   નાસાના જણાવ્યા મુજબ સોમવારે પંજાબ અને હરિયાણામાં આ પ્રકારની એક હજારથી વધુ ઘટનાઓ બની. જેવા કારણે પૂરી શક્યતા છે કે દિવાળી પહેલા દિલ્હીની હવા ખૂબ ઝેરી બની જશે. કેમકે આ દિવસોમાં ફટાકડાને કારણે થતું પ્રદૂષણ પણ વાતાવરણમાં ઉમેરાશે.

(12:34 pm IST)