મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

કમલેશ તિવારીની માતાએ યોગી સરકાર પર નજરબંધ કરવાનો આરોપ લગાવ્યો

જો હું કંઈક કહીશ તો મારો હાલ પણ કમલેશ તિવારી જેવો જ થશે

લખનૌ :હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની રાખને વારાણસીના દશમશ્વમેધ ઘાટ પર ગંગામાં લીન કરી દીધી છે. કમલેશ તિવારીની માતા કુસુમ તિવારી અને પુત્ર મૃદુલ તિવારી કાશી પહોંચ્યા હતા અને તેમને ગંગામાં અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. અસ્થિઓનું વિસર્જન પછી કમલેશ તિવારીની માતા કુસુમ તિવારીએ યોગી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા.છે

 કમલેશ તિવારીની માતા કુસુમ તિવારીએ વારાણસીમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે. જો હું કંઈક કહીશ તો મારો હાલ પણ કમલેશ તિવારી જેવો જ થશે. કમલેશ તિવારીની માતાએ જણાવ્યું હતું કે મને પોલીસ સુરક્ષા હેઠળ કાશી લાવવામાં આવી છે. જેટલી પોલીસ મારી સુરક્ષામાં લગાવવામાં આવી છે, એટલી પોલીસ જો હત્યારાઓને શોધવામાં લગાવી હોત તો અત્યાર સુધીમાં હત્યારાઓ પકડાઈ ગયા હોત. આજે જેટલી પોલીસ અહીં હાજર છે, તેમાંથી ખાલી બે પોલીસવાળા પણ મારા દીકરા સાથે હોત તો આજે તેની મૌત ના થઇ હોત.

 તે જ સમયે, હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી રાજેશ મણિ ત્રિપાઠીએ કમલેશ તિવારીની નિર્દય હત્યાને હુમલો ગણાવતા સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમને કહ્યું કે જો સરકાર હત્યારાઓને 2 દિવસની અંદર પકડશે નહીં તો સમગ્ર હિન્દુ સમાજ પાર્ટીના કાર્યકરો રસ્તાઓ પર ઉતરીને આંદોલન કરશે. રાજેશ મણિ ત્રિપાઠીએ આ સમયગાળા દરમિયાન સરકાર અને વહીવટની કામગીરી પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા.

(12:10 pm IST)