મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

ભારતમાં વસ્તી વિસ્ફોટનો ભયાનક બોંબ તૂર્તમાં ફાટશે

ર૦રપ માં ભારતની વસ્તી હશે ૧૪૩ કરોડની વસ્તીમાં ૭૦ કરોડ હશે યુવાનો : માર્કેટીંગવાળા વધતી વસ્તીનો લઇ રહ્યા છે લાભ પરંતુ સાડઅસરો અંગે ભવિષ્યની પેઢી ભોગવશે પરીણામો

નવી દિલ્હી તા. રર : દેશને ભવિષ્યમાં ચિંતામાં ધકેલી તેવી  ઘણી સમસ્યાઓ છે પરંતુ સૌથી વિકરાળ સમસ્યા છે વસ્તી વિસ્ફોટ, આ વિસ્ફોટક બોંબ ફાટવાની તૈયારીમાં છે. ર૦રપ માં ભારતમાં ૧૪૩ કરોડની વસ્તીમાં ૭૦ કરોડ યુવાનો હશે એટલે કે ૪૮ ટકા લોકો યુવાન હશે જેને આપણે વારસામાં અનેકવિધ વિકરાળ સમસ્યાઓ આપવાના છીએ

આપણે જયારે વિકાસ કરી રહ્યા છીએ અને મોટા થયા ત્યારે. એક સવાલ હંમેશા પરીક્ષામાં ભારતમાં વસ્તી વિસ્ફોટને લગતો રહ્યો આપણે આઝાદ થયા અને પછી એકાએક દેશનું અર્થતંત્ર વિકાસ કરવા લાગ્યું, આઇટી ક્ષેત્રમાં વિકાસ થયું, બાંધકામ ક્ષેત્રમાં, રિયલ એસ્ટેટમાં વિકાસ થયું. પરંતુ આ બધાની વચ્ચે લોકોએ વસ્તી વિસ્ફોટ અંગે વાતચીત કરવાનું બંધ કરી દીધું.

અમે જયારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ વિશે વાંચવાની શરૂઆત કરી હતી ત્યારે ભારતની મોટા ભાગની વસ્તી, રપ વર્ષથી નીચે હતી. અર્થશાસ્ત્રીઓ ખરેખર તો અર્થશાસ્ત્રીજ હોય છેતેમણે યુથ પાવરના જોરે ભારત કઇ રીતે દુનિયામાં વસ્તી આધારરિત ટોચે આવી ગયું તેના પર વાત કરવાની શરૂઆત કરી દીધી. દરેક જગ્યાએ વસ્તી નિયંત્રણ કરવા માટે પોસ્ટરો લગાવી દેવાયા, જાહેર ક્ષેત્રના ટ્રાન્સપોર્ટેશન પર જાહેરાતો ચોંટાડી દેવામાં આવી. સરકારે આ દરમિયાન મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. માર્કેટીંવાળા આ વધતી વસ્તીનો લાભ ખાટવામાં લાગી ગયા જયારે સરકાર અને રાજનેતાઓએ વસ્તીના મુદ્દાને જ કચરાના ડબામાં નાખી દીધો. જે કોઇ વ્યકિત આ અહેવાલને ધ્યાનથી જોશે તેને સમજાશે કે આજે આ મુદ્દાને ગંભીર રીતે લેવાની કેટલી જરૂર છે. આપણા પ્રાથમિક સ્કુલના શિક્ષકોએ કહ્યું હતું. કે પ્રી-વાયટુકે જનરેશન સાચી હતી. વસ્તી વધારો એ એક જવાબદારી છે અને આ એક એવો બોમ્બ છે જે ફાટવાની તૈયારીમાં છે.

ભારતના આર્થિક ડિવિડન્ડ વિશે જયારે અર્થશાસ્ત્રીઓ વાત કરે છ.ે ત્યારે તેએ જુઠું બોલતા નથી. ઝડપી વિકાસદર માટે યુવા વસ્તી અને વર્કિંગ કરતી વસ્તીનું હોવું અત્યંત જરૂરી બની જાય છે. ર૦રપ ના ભારતની વાત કરીએ તો દેશમાં ૪૮ ટકા લોકો એવા હશે જે રપ વર્ષથી ઓછી ઉમરના હશે. એટલે કહી શકાય કે દેશમાં ૧૪૩ કરોડ લોકોની વસ્તીમાં ૭૦ કરોડ યુવાનો હોઇ શકે છે.

(11:26 am IST)