મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

બોલો, કેટલો સ્ટ્રેસ છે કે હવે કોક્રોચ પણ સિગારેટ પીએ છે!

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક કોક્રોચ સિગારેટ ફૂંકતો નજરે પડે છે. બે દિવસ પહેલાં ટોમ ક્રેચમર નામના ભાઇએ ટ્વિટર પર આ વિડિયો શેર કર્યો હતો. એમાં એક ગલીમાં ગટર પાસે એક વાંદા જેવું ક્રીચર મોટી સિગારેટ પકડીને ફરે છે. એક ન્યુઝ એજન્સીના કહેવા મુજબ આ વિડિયો ન્યુયોર્ક શહેરની ગલીનો છે. સોશ્યલ મીડિયા પર ૩૬ લાખથી વધુ વાર જોવાઇ ચૂકેલા આ વિડિયો પર અનેક ક્રીએટિવ કમેન્ટ્સ પણ આવી છે. એકે લખ્યું છે કોક્રોચ હાલમાં બ્રેક પર છે, કોઇ તેને ડિસ્ટર્બ ન કરતા. બીજાએ લખ્યું છે કદાચ કોક્રોચ બહુ સ્ટ્રેસમાં છે એટલે સિગારેટનું શરણું શોધ્યું છે.

(11:15 am IST)