મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

ભારતના બંધારણના શપથ લઇને ઓડિશાના યુગલે લગ્ન કર્યા!

ન કુંડળી- ન શ્લોકઃ મહેમાનોએ કર્યુ રકતદાન

બેરહામપુર, તા.૨૨: ધાર્મિક વિધિને બદલે ભારતના બંધારણના શપથ લઇને ઓડિશાના ગંજમ જિલ્લાના યુગલે લગ્ન કર્યા હતા અને આ પ્રસંગે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું તથા એમાં પોતે ભાગ પણ લઇને નવો ચીલો ચાતર્યો હતો.

ફાર્મા કંપનીમાં કામ કરતા બિપ્લબકુમારે (૩૧) નર્સ તરીકે કાર્યરત અનિતા (૨૩) સાથે રવિવારે પોતાના કુટુંબીઓ, સગાઓ અને મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા હતા અને આમંત્રિતોમાંથી અનેક વ્યકિતએ રકતદાન કર્યું હતું.

નવપરિણીત દંપતીને નિવૃત્ત્। સરકારી અધિકારી બિદ્યુતપ્રભા રથે શપથ દેવડાવ્યા હતા.

લગ્ન બાદ દંપતીએ જણાવ્યું હતું કે અમારા લગ્ન કોઇ '્લોક ઉચ્ચાર્યા વગર કે કુંડળી મેળવ્યા વગર થયા છે.

વધૂના પિતાએ જણાવ્યું હતું કે સમાજમાં દાખલો બેસાડે એવી રીતે લગ્ન કરવાની એમની ઇચ્છા હતી. હું બુદ્ઘિજીવી વ્યકિત છું અને હું પંડિત 'લોકો બોલે એવા પરંપરાગત લગ્નમાં નથી માનતો.

અનિતાએ જણાવ્યું હતું કે જે રીતે લગ્ન થયાં, એથી હું ખુશ છું.

બિપ્લબે જણાવ્યું હતું કે અમારા લગ્ન યાદગાર બની રહે એ માટે અમે રકતદાન શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગે ૩૬ વ્યકિતએ રકતદાન કર્યું હતું.

(10:06 am IST)