મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

રોબર્ટ વાડ્રાની તબિયત ખરાબઃ નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં ભરતી, પહોંચી પ્રિયંકા

નવી દિલ્હી, તા.૨૨: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રોબર્ટ વાડ્રાની પીઠ અને પગમાં પીડા હતી જેના કારણે તેમને સોમવારે નોઈડાના સેકટર ૧૧ સ્થિત મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ડાઙ્ખકટરોએ તેમને પરામર્થ આપ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરી લેવામાં આવ્યા છે જયાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. સોમવારે સાંજે લગભગ ૭.૩૦ વાગે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પોતાના પતિ વાડ્રાને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

જો કે પ્રિયંકા ગાંધી થોડી વાર બાદ મુલાકાત કર્યા બાદ પાછા જતા રહ્યા હતા પરંતુ ફરીથી તે પાછા આવી ગયા હતા. મેટ્રો હોસ્પિટલમાં વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન વાડ્રાનો ઈલાજ કરી રહ્યા છે. વાડ્રાના કારણે આખી હોસ્પિટલની સુરક્ષા એસપીજીની ટીમ કરી રહી છે અને હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ચૂંટણીના દિવસે જ વાડ્રા હોસ્પિટલમાં ભરતી થયા છે. મતદાન બાદ તમામ એકિઝટ પોલના જે આંકડા સામે આવ્યા તે બાદ કોંગ્રેસની સ્થિતિ ઠીક નથી જોવા મળી રહી. એકિઝટ પોલ અનુસાર એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં કમબેક કરવા જઈ રહી છે.

(10:03 am IST)