મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

મહારાષ્ટ્ર ઘરની છત પર ૧૯ વર્ષમાં ૬ સીટર એરક્રાફટ બનાવનાર પાયલોટને મળ્યા પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૬ સીટર એરક્રાફટ બનાવનાર મહારાષ્ટ્રના પાયલોટ અમોલ યાદવ સાથે રવિવારે મુલાકાત કરી અને સહયોગનો ભરોસો આપ્યો.

રીપોર્ટ મુજબ અમોલએ એરક્રાફટને પોતાના ઘરની છત પર ૧૯ વર્ષમાં બનાવીને તૈયાર કર્યુ છે. એમણે ભારતની પ્રથમ પ્લેન ફેકટરી બનાવવા માટે રૃ. ૩પ૦૦૦ કરોડની ડીલ મેળવી લીધી છે.

પાયલોટ અમોલ યાદવએ કહ્યું કે મને ખુશી છે કે પ્રધાનમંત્રી મોદી મારા પ્રોજેકટ પર ધ્યાન આપી રહ્યા છે.

(8:52 am IST)