મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

''વર્લ્ડ માસ્ટર ગોલ્ડ'' ખિતાબ વિજેતા વેઇટ લિફટર શ્રી સુધાકર જયંતનું અમેરિકામાં કાર અકસ્માતે મોત

કેલિફોર્નિયાઃ ''વર્લ્ડ માસ્ટર ગોલ્ડ'' ખિતાબ જીત્યાના ટુંક સમયમાં જ ભારતીય વેઇટ લિફટર સુધાકર જયંતનું અમેરિકામાં કાર અકસ્માતે અવસાન થયું છે.

સાન ડીએગો કેલિફોર્નિયામાં યોજાયેલી વેઇટ લિફટીંગ સ્પર્ધામાં વર્લ્ડ માસ્ટર ગોલ્ડ ખિતાબ વિજેતા નિવૃત આર્મી કર્નલ સુધાકર જયંત ૩ અન્ય વેઇટ લિફટર સાથે લાસ વેગાસ નેવાડા થઇ રહ્યા હતાં ત્યારે તેમની કાર અચાનક  એક વાહન સાથે ટકરાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તથા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં ર દિવસની સારવાર બાદ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:50 am IST)