મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

કચ્છના અબડાસામાં પેટ્રોલિયમના ઉત્પાદનનો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા :તેલ- ગેસ ઓછો પણ ડ્રિલિંગ કરવું સરળ

નવી દિલ્હી :દિલ્હીમાં યોજાયેલ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સેમિનારમાં નાવા ઓફશોર ડ્રીલીંગ અંગે જાહેરાત કરાઈ હતી જેમાં ગુજરાતમાં ઉત્પાદનની શરૂઆત બાબતે ચર્ચાઓ થઈ હતી. આ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટીના હેડ સહિતના લોકોએ હાજરી આપી હતી. જેમાં આગામી વર્ષોમાં ઓફશોર પ્રોજેક્ટ અંતર્ગત પેટ્રોલિયમના ઉત્પાદન વિશે ચર્ચાઓ થઈ હતી.

  ગુજરાતમાં કચ્છ ખાતે આગામી વર્ષોમાં ઓફશોર પ્રોજેક્ટ હેઠળ પેટ્રોલિયમનું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. આના માટે ડ્રીલીંગ કરવા માટે અબડાસાનો દરિયાકાંઠો પસંદ કરવામાં આવે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમાં 100 કિલોમીટર દરિયા પટ્ટાથી શરૂઆત થનાર છે. આ ઓફશોર બેઝીનમાંથી 50,000 મેટ્રીક ટન્સ ઓઈલ મળવાની સંભાવનાઓ છે. તેમ જ પેટ્રોલીયમની સાથે નેચરલ ગેસનું પણ ઉત્પાદન થઈ શકે છે.

  નિષ્ણાંતોના માનવા મુજબ, હવેનું આઠમું ઉત્પાદક ઓફશોર બેઝીન કચ્છ હશે. અહીં લગભગ ગેસ અને તેલ ઓછું છે પરંતુ ટેક્નોલોજીની દ્રષ્ટિએ તેનું ડ્રીલીંગ કરવું સરળ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તેલ અ ગેસનો જથ્થો કચ્છના અખાતમાંથી હાથ લાગ્યો હતો. ભારતના 26 જળકૃત અખાતમાંથી માત્ર સાતમાં જ ઉત્પાદન થઈ રહ્યું છે. છેલ્લે 1985ના વર્ષમાં કાવેરી અખાતમાંથી ઉત્પાદન શરૂ થયું હતું.

(1:38 am IST)