મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

Me Too મામલે તત્કાળ સુનાવણીનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે પણ મી ટુ કેમ્પેઈન હેઠળ લાગેલા આરોપો મામલે દાખલ કરાયેલ યાચિકા પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સોમવારે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં મી ટુ કેસો અંગે યાચિકા દાખલ કરીને એ માંગ કરી હતી કે રાષ્ટ્રીય મહિલા આયોગને એ વાતના નિર્દેશ આપવામાં આવે કે આનાથી જોડાયેલા કેસો જાતે તપાસી આયોગ પીડિતાઓની મદદ માટે આગળ આવે.

(8:32 pm IST)