મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

પોર્શેએ નવી Cayenne લોન્ચ કરી,કિંમત ૧.૯ર કરોડ રૂપિયા સુધીની

પોર્શેનું સફળ SUV મોડેલ Cayenne ભારતમાં લોન્ચ થઇ ગયું છે. એના ત્રણ વેરિઅન્ટ્સ છે. Cayenne, Cayenne ઇ-હાઇબ્રિેડ અને Cayenne ટર્બો. Cayenne ટર્બો ૩.૯ સેકન્ડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લઇ શકે છે અને એની ટોપ સ્પીડ ર૮૬ કિલોમીટર પ્રતિ કલાકની છે. ઇ-હાઇબ્રિડ વર્ઝનની ટોપ સ્પીડ ૧૩પ કિલોમીટર પ્રતિ કલાકની છે જે ફુલ ચાજર્ડ બેટરી સાથે ૪૪ કિલોમીટરની એવરેજ આપે છે. Cayenne ની કિંમત ૧.૧૯ કરોડ રૂપિયા, ઇ-હાઇબ્રિડની કિંમત ૧.પ૮ કરોડ રૂપિયા અને ટર્બોની કિંમત ૧.૯ર કરોડ રૂપિયા સુધીની છે.

(3:55 pm IST)