મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

દાંતી મહારાજ વિરુદ્ધ રેપ કેસ મામલે સીબીઆઈ તપાસના આદેશમાં સુપ્રીમ કોર્ટે દખલ કરવા કર્યો ઇન્કાર :હાઇકોર્ટમાં જવા આપ્યો નિર્દેશ

નવી દિલ્હી : રેપ મામલે સીબીઆઇ તપાસના આદેશ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા દાતી મહારાજને રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે સોમવારે દાતી મહારાજના મામલે ડખલનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે દાતી મહારાજના મામલે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવવા કહ્યું છે. રેપના આરોપી દાતી મહારાજે દિલ્હી હાઇકોર્ટના 3 ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો. જેમાં દિલ્હી હાઇકોર્ટે એમના વિરૂધ્ધ રેપ કેસની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચથી સીબીઆઇના હવાલે કર્યો હતો. 

, ત્રણ ઓક્ટોબરે પીડિતાની અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે આ કેસની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી લઇ સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે સીબીઆઇને ફરીથી તપાસ કરી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે દાતી મહારાજની ધરપકડ ન કરવા મામલે પણ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સામે ટકોર પણ કરી હતી. પીડિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇ તપાસ અને દાતીની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી. 

(2:57 pm IST)