મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં 40 સંગઠનોએ આપ્યું આસામ બંધનું એલાન

નવી દિલ્હી: આસામમાં નાગરિક સંશોધનનો વિરોધ બહાર ખુલીને આવી રહયો છે રાજ્યના અલગ અલગ સ્થાનીક સમુદાયોથી સંબંધીત ઓછામાં ઓછા 40 સંગઠનોએ નાગરિકતા સંશોધન બિલ-2016નો વિરોધ કરવા માટે 23 ઓક્ટોબરે આસામ બંધનું એલાન આપ્યું છે.  

  ખેડૂતોની મુક્તિ સંગ્રામ સમિતિ (કેએમએસએસ)ના નેતા અખિલ ગોગોઇએ આ મામલે કહ્યું કે આસામ જાતિવાદી યુવા વિદ્યાર્થી પરિષદ (એજેવાઇસીપી) અને અન્ય 40 સંગઠનોએ બંધ માટે હાથ જોડાયા છે.

આસામ બંધના એલાન પર ગોગોઇએ કહ્યું કે, ‘ભાજપ સરકાર આસામની જાતી, માટી અને દીકરીની રક્ષાનું વચન આપી અહીંયા સત્તામાં આવી હતી. પરંતુ તેઓ તેમના વચનોથી ફરી ગયા અને સ્થાનીય સમુદાયોની સામે એક ષડયંત્ર બનાવી રહી છે.’ ગોગોઇએ કહ્યું કે ‘આસામની બીજેપી સરકાર બંધારણ સંશોધન બિલ દ્વારા હિન્દુ બંગાળીઓને નાગરિકાતા આપવા માંગે છે. મેઘાલયમાં કેબિનેટના બિલનો વિરોધ કરવાનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે. જ્યાં ભાજપ પણ સરકારનો ભાગ છે.’

(2:54 pm IST)