મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

દિલ્હીમાં પ્રદુષણમાં સતત વધારો :લોકો માસ્ક પહેરીને બહાર નીકળવા મજબુર :શ્વાસ લેવામાં તકલીફ

નવી દિલ્હી :દેશની  રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે વહેલી સવારે દિલ્હીના પ્રદૂષણનુ સ્તર 237  જેટલુ હતુ. સતત વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીના અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળ્યુ  હતું.

 પ્રદૂષણના કારણે લોકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદ કરી છે. દિલ્હીમાં માસ્કરની કિંમત ગત વર્ષ કરતા વધી છે. દિલ્હીમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થયો છે. જેથી દિલ્હી સરકાર પણ એલર્ટ થઈ છે.

 

(1:15 pm IST)