મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

CBIએ તોડ્યું મૌન, પોતાના નંબર ટુ અધિકારી રાકેશ અસ્થાના સામે FIRની કરી પુષ્ટી

રાકેશ અસ્થાના પર મૂકાયો લાંચ લેવાનો આરોપ

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)એ બીજા નંબરના ઉચ્ચ અધિકારી રાકેશ અસ્થાના સામે FIR નોંધી છે. સીબીઆઈએ પોતે એક લેટર જારી કરી આ અહેવાલની પુષ્ટી કરી છે. અસ્થાના પર આરોપ છે કે, જે મટન વેપારી મોઈન કુરેશી સામે એક મામલે તપાસ કરી રહ્યા હતા, તેની પાસેથી તેમણે લાંચ લીધી હતી. બે મહિના પહેલા અસ્થાનાએ કેબિનેટ સચિવ સમક્ષ સીબીઆઈ ડાયરેકટર આલોક વર્મા સામે આવી જ ફરિયાદ કરી હતી. સીબીઆઈએ સતીશ સાનાની ફરિયાદના આધાર પર ૧૫મી ઓકટોબેર પોતાના સ્પેશયલ ડાયરેકટર અસ્થાના સામે FIR નોંધી છે. સૂત્રો મુજબ, સીબીઆઈ ડાયરેકટર આલોક વર્માએ રવિવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને સમગ્ર મામલાની જાણકારી આપી.

મટન વેપારી મોઈન કુરેશીની કથિત સંડોવણી સાથે જોડાયેલા વર્ષ ૨૦૧૭ના એક મામલે તપાસનો સામનો કરી રહેલા સાનાએ આરોપ લગાવ્યો કે અસ્થાનાએ કલીનચીટ આપવા માટે કથિત રીતે મદદ કરી. સીબીઆઈએ વચોટિયા મનાતા મનોજ પ્રસાદની પણ ૧૬ ઓકટોબરે દુબઈથી પરત ફરવા પર ધરપકડ કરી હતી. જોકે, તપાસ એજન્સીએ આ સમગ્ર મુદ્દે મૌન ધારણ કરી લીધું છે.

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અસ્થાના એ વિશેષ તપાસ દળ (એસઆઈટી)નું નેતૃત્વ કરી રહ્યા છે, જે અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ અને ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા કરાયેલા લોન કૌભાંડ જેવા મહત્વના મામલા જોઈ રહ્યા છે. આ ટીમ મોઈન કુરેશીના મામલાની પણ તપાસ કરી રહી છે.

સરકારી સૂત્રો મુજબ, અસ્થાનાએ ૨૪ ઓગસ્ટે કેબિનેટ સચિવને એક વિસ્તૃત પત્ર લખી વર્મા સામે કથિત ભ્રષ્ટાચારના ૧૦ મામલા જણાવ્યા હતા. આ પત્રમાં એ પણ આરોપ લગાવ્યો હતો કે સાનાએ આ મામલે કલીનચીટ મેળવવા માટે સીબીઆઈ પ્રમુખને બે કરોડ રૂપિયા આપ્યા. સૂત્રો મુજબ, આ ફરિયાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) પાસે મોકલવામાં આવી, જે આ મામલે તપાસ કરી રહ્યું છે.

અસ્થાનાએ FIR નોંધાયાના ચાર દિવસ બાદ સીવીસીને ફરી લખ્યું કે, તે સાનાની ધરપકડ અને પૂછપરછ કરવા ઈચ્છે છે અને આ સંબંધમાં ૨૦ સપ્ટેમ્બરે, ૨૦૧૮એ ડાયરેકટરને એક પ્રસ્તાવ મોકલાયો હતો.ઙ્ગપોતાના આ પત્રમાં તેમણે ૨૪ ઓગસ્ટે કેબિનેટ સચિવને લખેલા પોતાના પત્રનો ઉલ્લેખ પણ કર્યો, જેમાં ડાયરેકટરની સામે કથિત અનિયમિતતાઓનું વિવરણ આપવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, તેમણે કહ્યું કે, ડાયેરકટરે લગભગ ચાર દિવસ સુધી ફાઈલ કથિત રીતે રાખી અને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૮એ તેને ડિરેકટર ઓફ પ્રોસિકયુશન (ડીઓપી)ની પાસે મોકલવાનો નિર્દેશ આપ્યો. ડીઓપીએ રેકોર્ડમાં રહેલા બધા પુરાવા માગ્યા.

અસ્થાનાની આગેવાનીવાળી ટીમે જ સાના સામે લુકઆઉટ સકર્યુલર ખોલ્યો, જેણે દેશમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સક્રિય કાર્યવાહીને કારણે તે ભાગી ન શકયા.ઙ્ગસૂત્રો મુજબ, અસ્થાનાએ કહ્યું કે, આ ફાઈલ ડીઓપી દ્વારા પૂછાયેલા સવાલોના જવાની સાથે ફરી ૩ ઓકટોબરે સીબીઆઈના ડાયરેકટર સમક્ષ મૂકવામાં આવી, પરંતુ હજુ સુધી પાછી આવી નથી. સૂત્રોએ અસ્થાનાની વાતોને ટાંકતા કહ્યું કે, સાનાની ૧ ઓકટોબર, ૨૦૧૮એ પૂછપરછ કરવામાં આવી હતી, પૂછપરછ દરમિયાન સાનાએ જણાવ્યું કે તે એક નોતાને મળ્યા, જેમણે વર્મા સાથે મુલાકાત કર્યા બાદ તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે, આ મામલે તેને કલીનચીટ આપી દેવામાં આવશે.(૨૧.૧૦)

(11:36 am IST)