મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

૨૦૧૧ - ૧૨ના વર્ષમાં

૧૫ મેચમાં ૨૬ વખત સ્પોટ ફિકિસંગઃ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ક્રિકેટર સામેલ

નવી દિલ્હી તા. ૨૨ : એક અંગ્રેજી ચંનલની ડોકયુમેન્ટ્રીમાં ખુલાસો થયો છે કે, વર્ષ ૨૦૧૧દ્મક ૨૦૧૨ દરમ્યાન ૧૫ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ૨૬ વખત સ્પોર્ટ ફિકિસંગ થઈ છે. અલ જજીરાની આ ડોકયુંમેન્ટરી રવિવારે પ્રસારિત થઈ. જેમાં આઈસીસીના રડાર પર ચાલી રહેલા કથિત મેચ ફિકસર અનીલ મુનવરે દાવો કર્યો છે કે, ૨૦૧૧થી ૨૦૧૨ દરમ્યાન ૬ ટેસ્ટ, ૬ વન-ડે અને ત્રણ વર્લ્ડ ટૂ-૨૦ મેચોમાં ફિકિસંગ થયું હતું. આ અનુસાર સાત મેચમાં ઈંગ્લેન્ડ, પાંચ મેચમાં ઓસ્ટ્રેલિયા, ત્રણ મેચમાં પાકિસ્તાન અને એક મેચમાં કોઈ અન્ય દેશના ક્રિકેટરે ફિકિસંગ કર્યું હતું.

આ ડોકયુમેન્ટરીનું નામ ક્રિકેટ કે મેચ ફિકસર : ધ મુનવર ફાઈલ્સ છે. જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૧માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવેલી લોર્ડ્સ ટેસ્ટ, આ વર્ષે યોજવામાં આવેલી દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની કેપટાઉન ટેસ્ટ કરતા પણ વધારે શંકાના ઘેરામાં હતી. ૨૦૧૧ વર્લ્ડ કપની પાંચ મેચ અને ૨૦૧૨માં શ્રીલંકામાં થયેલી વર્લ્ડ ટી-૨૦ની ત્રણ મેચમાં પણ ફિકિસંગનો દાવો કરવામાં આવ્યો છે. ડોકયુમેન્ટરીમાં ૨૦૧૨માં યૂએઈમાં ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે થયેલી ત્રણ ટેસ્ટ મેચમાં થયેલી સફળ સ્પોર્ટ ફિકિસંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડોકયુંમેન્ટરીમાં મુનવર દ્વારા ૨૦૧૧ની વર્લ્ડ કપમાં એક અનામ ઈંગ્લેન્ડના ક્રિકેટર સાથે મેચ પહેલા જ વાત કરવાનો ઉલ્લેખ થયો છે. આમાં મુનવર એવું કહેતો સાંભળવા મળે છે કે, એશેજ માટે અભિનંદન. ગત વખતના પૈસા ટુંક સમયમાં ખાતામાં જશે. એક અઠવાડીયામાં પૈસા મળી જશે. આની સામે ખેલાડીનો અવાજ આવે છે ખુબ સરસ

ડોકયુમેન્ટરીમાં પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલના ડી કંપનીના એક સભ્ય સાથે દુબઈમાં ઈંગ્લેન્ડ મેચ પહેલા એક હોટલમાં મળવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. આમાં એકમલ ડી કંપનીના સહયોગી સાથે ફોટો ખેચાવતો એને એક બેગમાં કઈંક જોતો જોવા મળે છે. અકમલે જૂન ૨૦૧૮માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એન્ટી કરપ્શન યૂનિટને એક ફિકસર દ્વારા સંપર્ક કરવામાં આવ્યાની જાણકારી આપી હતી. આમાં તેણે હાંગકોંગ સિકસેઝ ટૂર્નામેન્ટ, દક્ષિણ આફ્રિકા પાસેથી સિરિઝ અને ૨૦૧૫ની વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ઘની મેચ પહેલા ફિકસર દ્વારા સંપર્ક કરવાની ફરિયાદ કરી હતી.(૨૧.૮)

(10:36 am IST)