મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

મુખ્યમંત્રી ફડણવીસના પત્નીએ કર્યો સેલ્ફી સ્ટંટ : સુરક્ષાકર્મીની વિનંતી પણ અવગણી

ખતરનાક સેલ્ફી સ્ટંટ માટે મનાઈ ફરમાવી છતાં અમૃતા ફડણવિસ સેલ્ફી લેતા રહ્યા

મુંબઈ :શનિવારે મુંબઈ-ગોવા ક્રૂઝ શિપના ઉદ્ઘાટન મારંભ બાદ લોકોને જહાજ પર જવાનો મોકો અપાયો હતો શિપને ફ્લેગ ઓફ કરાવવા માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવણવિસ ક્રૂઝ પર પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવિસ સાથે તેમના પત્ની અમૃતા ફડણવિસ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

  આ કાર્યક્રમ બાદ અમૃતા ફડણવિસનો સેલ્ફી ક્રેઝ જોવા મળ્યો હતો. અમૃતા ફડણવિસ ક્રૂઝના સામેના ભાગમાં બનેલી રેલિંગને પાર કરીને સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા. તે વખતે ત્યાં હાજર સુરક્ષાકર્મીએ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના પત્ની અમૃતા ફડણવિસને સમજાવ્યા હતા અને તેમને આવા ખતરનાક સેલ્ફી સ્ટંટ માટે મનાઈ ફરમાવી હતી. તેમ છતાં અમૃતા ફડણવિસ સેલ્ફી લેતા જ રહ્યા હતા

(12:00 am IST)