મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

અમૃતસર જેવી ટ્રેન દુર્ઘટના

દશેરા ઉજવણીની ઘટના કમકમાટીભરી ઘટના

અમૃતસર, તા. ૨૧ : અમૃતસરમાં શુક્રવારે મોડી રાત્રે દશેરા ઉજવણી વેળા ટ્રેનની અડફેટે આવતા ૬૦થી વધુના મોત થઇ ગયા હતા. આ પ્રકારના બનાવો અગાઉ પણ બની ચુક્યા છે જે નીચે મુજબ છે.

*   ચોથી જૂન ૨૦૦૨માં કાશગંજ લેવલ ક્રોસિંગ ખાતે કાનપુર-કાશગંજ એક્સપ્રેસ ઉત્તરપ્રદેશમાં પેસેન્જર બસ સાથે ટકરાતા ૩૦ના મોત થયા હતા અને ૨૯ ઘાયલ થયા હતા

*   ચોથી જૂન ૨૦૧૦ના દિવસે કોઇમ્બતુર- મેટ્ટુપલિયમ સ્પેશિયલ ટ્રેન મિની બસ સાથે કોઇમ્બતુર નજીક ટકરાતા પાંચના મોત થયા હતા

*   ૭મી જુલાઈ ૨૦૧૧ના દિવસે મથુરા-છપરા એક્સપ્રેસ ઉત્તરપ્રદેશના કાંશીરામનગર જિલ્લામાં લેવલ ક્રોસિંગ સાથે બસ સાથે ટકરાતા ૩૮ના મોત થયા હતા અને ૩૦ લોકો ઘાયલ થયા હતા

*   ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે ત્રિવેન્દ્રમ-કોઝીકોડે જનશતાબ્દી એક્સપ્રેસ આતશબાજી જોવા ઉભેલા લોકો પરથી પસાર થતાં ત્રણના મોત થયા હતા

*   ૨૦મી માર્ચ ૨૦૧૨ના દિવસે ટ્રેન માનવ વગરના રેલ રોડ ક્રોસિંગ ખાતે મિની ટેક્સી વાન સાથે ટકરાતા ૧૨ના મોત થયા હતા

*   ૨૬મી માર્ચ ૨૦૧૨ના દિવસે મેમુ ટ્રેન બેંગ્લોરના પરા વિસ્તારમાં ટ્રકને લઇ જતી બુલ્ડર સાથે ટકરાતા બેના મોત થયા હતા

*   ૨૩મી જુલાઈ ૨૦૧૪ના દિવસે પેસેન્જર ટ્રેન મેઠક જિલ્લામાં સ્કુલ બસ સાથે ટકરાતા ૧૮ લોકોના મોત થયા હતા

*   ૧૭મી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે સામેથી આવતી ટ્રેનની સામે સેલ્ફી લેવા ઉભેલા બે ૧૫ વર્ષના બાળકો અડફેટે આવતા મોત થયા હતા. સેલ્ફી સાથે સંબંધિત બનાવ દિલ્હીમાં અક્ષરધામ સ્ટેશન નજીક બન્યો હતો

*   ૨૫મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે ઉત્તરપ્રદેશના કુશીનગરમાં રેલવે ક્રોસિંગ ખાતે સ્કુલ વાન સાથે ટ્રેન ટકરાતા ૧૩ બાળકોના મોત થયા હતા

(12:00 am IST)