મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

મુંદ્રા ડ્રગ્સ અને પોરબંદર ડ્રગ્સ મામલે સૌથી મોટો ખુલાસો: અફઘાનિસ્તાનથી ડ્રગ્સના કન્સાઈન્મેન્ટ આવ્યા હોવાનો ઘટસ્ફોટ : શ્રીલંકા પોલીસે ગુજરાત ATS નો સંપર્ક કર્યો: તપાસનો ધમધમાટ

મુંદ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે ઘણા બધા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ભારતના ઈતિહાસમાં ડ્રગ્સનો સૌથી મોટો 21 હજાર કરોડની જથ્થો ગુજરાતમાંથી પકડાયો છે જેમા NIA, ATS અને ED તપાસમાં જોતરાઈ ગઈ છે ત્યારે આ તપાસનાં ધમધમાટમાં ઘણા બધા ખુલાસા થયા છે.

 સમગ્ર કેસમાં ઈરાની આરોપીએ શ્રીલંકામાં પણ ડ્રગ્સ મોકલ્યું હોવાનું સામે આવી રહ્યું છે જેમા શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો છે.
આ કેસમાં રડારમાં આવેલા ચેન્નાઈનાં દંપત્તિએ આ પહેલા જુલાઇ મહિનામાં પણ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે
  સમગ્ર કેસમાં ચેન્નાઈનાં કપલ અને અફઘાનિસ્તાનનાં ડ્રગ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા હોવાનું સામે આવી રહ્યું છે, અમિત મૂળ દિલ્હીનો છે.
  આ સિવાય કસ્ટમ હાઉસનાં જ એક એજન્ટનો પણ આ કાળા કારોબારમાં રોલ હોવાનું ખૂલ્યું છે જેનું નામ કુલદીપ સિંહ છે.
નોંધનીય છે કે DRIએ આ ડ્રગ્સનો જથ્થો મુંદ્રા પોર્ટ પર પકડી પાડ્યો હતો જેમા ડ્રગ્સની કિંમત હવે 21 હજાર કરોડની હોવાનું સામે આવ્યું છે. હજારો કરોડનાં કાળા કારોબારનાં આ કૌભાંડનમાં ED પણ તપાસમાં જદોઆઈ છે. 21 હજાર કરોડ રૂપિયાનો જથ્થો પકડાવવો એ ભારતનાં ઈતિહાસમાં પહેલી ઘટના છે ત્યારે હવે આ કેસ પર આખા દેશની નજર છે.

(2:11 pm IST)