મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

દેવામાં ડુબેલુ પાકિસ્તાન હવે પોતાના ૧૨ જેટલા યુદ્ઘ વિમાન વેચશે

નવી દિલ્હી, તા.૨૨: દેવામાં ડુબેલા પાકિસ્તાન હવે યુદ્ઘ જેટ વેચશે. મીડિયા રિપોર્ટ અનુસાર અર્જેન્ટીના પાકિસ્તાન પાસેથી ૧૨ જેએફ-૧૭એ બ્લોક-૩ યુદ્ઘ વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાનની જાણીતી ટીવી ચેનલમાં રિપોર્ટ અનુસાર અર્જેન્ટીનાને સત્ત્।ાવાર રીતે ૨૦૨૨માં બજેટમાં પાકિસ્તાનમાં ૧૨ પીએસી જેએફ-૧૭ એ બ્લોક ૩ યુદ્ઘ વિમાનો ખરીદવા માટે ૬૬.૪ કરોડ ડોલરની રકમ સામેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બજેટ દેશની સંસદમાં પેશ કરવામાં આવ્યું હતું. જો કે, તેનો અર્થ એ નથી કે સોદાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. અર્જેન્ટીનાને અત્યાર સુધી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ પાકિસ્તાન પાસેથી યુદ્ઘ વિમાન ખરીદવાની ઈચ્છા વ્યકત કરી છે. અર્જેન્ટીનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાના કેટલાક દેશો પાસેથી જેટ ખરીદીની કરીશ કરી છે. પરંતુ નાણાની અછત તથા બ્રિટિશની આપતિને કારણે હંમેશા સંભવ નથી થઈ શકી.

તાજેતરમાં જ ગયા વર્ષે બ્રિટેનએ અર્જેન્ટીનાને દક્ષિણ કોરિયાઈ યુદ્ઘ વિમાન વેચાણ ઉપર બ્રેક લગાવી હતી. અર્જેન્ટીનાના રક્ષામંત્રી ટ્વીટર પર માલ્વિનાસ અર્જેન્ટીનાસ પોસ્ટ કરતા પહેલા આ પગલાને બ્રિટિશ ઈમ્પીરિયલ પ્રાઈડના રૂપમાં વર્ણિત કર્યાં. યુકેના ડિફેન્સ જર્નલના અનુસાર, જેએફ-૧૭ થંડર પાકિસ્તાન એરરોનોટિકલ કોમ્પ્લેકસ અને ચીનના ચેંગદુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા સંયુકત રૂપ દ્વારા વિકસિત એકલ એન્જીનવાળુ કોઈ ભૂમિકાઓના ઉપયોગ થવાના યુદ્ઘ વિમાન છે.

(12:59 pm IST)