મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રીયા પછી દિપીકા પાદુકોણ બાદ હવે દિયા મિર્ઝા, સારા, શ્રધ્ધા અને રફુલ પણ સકંજામાં આવશે

એનસીબી દ્વારા તમામને સમન્સ મોકલવાની ગતિવિધિ તેજ બની

મુંબઇ : સુશાંતસિંહ હત્યા કેસમાં હવે ડ્રગ મામલે જેમજેમ એનસીબી તપાસ કરતી જાય છે તેમ રોજ નવી નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓના નામ બહાર આવી રહ્યા છે.

 સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં અત્યાર સુધી બોલીવુડની અનેક એક્ટ્રેસના નામ બહાર આવી ચુક્યા છે. હવે સમાચાર મળ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝા પણ NCBની રડાર પર છે. તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે ડ્રગ્સ કનેક્શન ની તપાસ દરમિયાન NCBને 40 વર્ષની એક એક્ટ્રેસ અંગે પણ જાણ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને નમ્રતા શિરોડકર પછી હવે દિયાનું નામ પણ કેસમાં સામે આવ્યું છે. NCB તેને પૂછપરછ માટે ટૂંક સમયમાં બોલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિયા માટે ખરીદવામાં આવેલા ડ્રગ્સની પાક્કી જાણકારી અને પુરાવા NCBને મળ્યા છે. રિપોર્ટ મુજબ મેનેજરે ડ્રગ્સ પેડલર્સ સાથે બે વાર મીટિંગ પણ કરી હતી. તેથી આવનારા દિવસોમાં પહેલા એક્ટ્રેસની મેનેજરની પૂછપરછ થઇ શકે છે અને તે પછી એક્ટ્રેસને પણ NCB પૂછપરછ માટે બોલાવી શકે છે.

નોંધનીય છે કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન 2020ના રોજ થયુ હતું. તે તેના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તે પછી સુશાંતના પિતાએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કેસની તપાસ મુંબઈ પોલીસથી શરૂ થઇ અને હવે કેસમાં સીબીઆઈ, ઈડી અને એનસીબી તપાસમાં લાગેલી છે. એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને એનસીબીએ ન્યાયિક અટકાયતમાં રાખી છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલને લઇને એનસીબી ઝડપી કાર્યવાહી કરી રહી છે. તેમાં અત્યાર સુધી અનેક એક્ટ્રેસેઝના નામ બહાર આવ્યા છે.

(10:27 pm IST)