મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કંગના રનૌતનો નવો વિસ્ફોટ: KWAN ના માલિક અનિર્બને કિશોરી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો: તેની માતા બહાર ઉભી હતી

દીપિકા પાદુકોણ અને ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી ક્વાન (કેડબ્લ્યુએન) ની સાથે સલમાન ખાનનું નામ પણ જોવા મળે છે. બોલિવૂડમાં ડ્રગ્સના ઉપયોગ વિશે શરૂઆતથી જ બોલતી રહેલી કંગનાએ KWAN ના સહ-માલિક અનિર્બન બ્લાહને સાંકળતી બળાત્કારના બનાવ વિશે વાત કરી છે.
 કંગના રનૌતે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, 'ક્વોનના સહ-માલિક અનિર્બન બ્લાહ ઉપર અનેક છોકરીઓ દ્વારા બળાત્કાર અને છેડતીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાંથી એક તેની સાથે તેની માતાને લઈને અનિર્બનને મળવા ગઈ હતી.  તેણે તેની માતાને બહાર બેસાડીને આ બાળા સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો. છોકરીની  માતાએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, પરંતુ મીડિયા દ્વારા આ કેસ છાવરી લેવામાં આવ્યો અને તે બધું અચાનક અલોપ થઈ ગયું.
 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં અનિર્બન પર બળાત્કારના આરોપો બાદ તેમને તેમના પદ પરથી હટાવવાનું કહેવામાં આવ્યું હતું.  આ ઘટના બાદ અનિર્બેને વશીના જૂના પુલ પાસે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.  જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને બચાવીને પરત લાવવામાં આવેલ.  તેમણે 9 અન્ય ભાગીદારો સાથે મળીને KWAN મનોરંજનની કંપનીની સ્થાપના કરી. ચાર છોકરીઓએ મી-ટુ ના દૌર દરમિયાન તેની પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

(8:21 pm IST)