મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

અમેરિકાની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝનો સર્વોચ્ચ એમી એવોર્ડ આન્દ્રીજ પારેખને : એચબીઓ ચેનલ પર આવતી સિરીઝ ' સકસેશન ' માટે અપાયો

યુ.એસ. : અમેરિકાની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝનો સર્વોચ્ચ એમી એવોર્ડ ગુજરાતમાં મૂળિયા ધરાવતા અમેરિકન ડિરેક્ટર સિનેમેટોગ્રાફર આન્દ્રીજ પારેખને અપાયો
છે.પારેખે હાફ બેસન, સુગર, બ્લુ વેલેન્ટાઈન, ધ ઝૂકીપર્સ વાઈફ, મેડમ બોવારી… વગેરે અનેક શોમાં કામ કર્યું છે. પારેખ ગુજરાતમાં અને યુક્રેનમાં મૂળિયા ધરાવે છે. પરંતુ તેમનો જન્મ તો અમેરિકાના બોસ્ટનમાં જ થયો હતો. તેમના પિતા પ્રવિણ પારેખ ગુજરાતી હતા. જ્યારે માતા લેસીઆ યુક્રેનના હતા.
પોતાના આ મૂળિયા અંગે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં પારેખે કહ્યું હતું કે, ગુજરાતી લોહી મને બિઝનેસની આવડત આપે છે અને યુક્રેનિયન કનેક્શન મનેસંવેદના આપે છે. હું ફિલ્મ-સર્જન-સિનેમેટોગ્રાફી વખતે તેનો સર્વોત્તમ ઉપયોગ કરી શકુંછું. પારેખે ફ્રેન્ચ-અમેરિકન ડિરેક્ટર સોફી બાર્થેસ સાથે લગ્ન કર્યા છે.
તેમણે સકસેશનના 3 એપિસોડ ડિરેક્ટ કર્યા છે. જ્યારે અન્ય કેટલીક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. કોરોનાને કારણે 72મો એમી એવોર્ડ સમારોહ ઓનલાઈન યોજવામાં આવ્યો હતો. પારેખને પોતાના ક્ષેત્રના નાના-મોટા અનેક એવોર્ડ ભૂતકાળમાં મળી ચૂક્યા છે.

(8:11 pm IST)