મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

આઇટી રિટર્ન ભરવામાં ભૂલ થઇ જાય તો ગભરાવવાની જરૂર નથીઃ આવકવેરા વિભાગ હવે રિવાઇઝ રિટર્ન ભરવાની તક આપશે

નવી દિલ્હી: આવકવેરા રિટર્ન ભરવાની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. મોટાભાગના લોકો ડરના કારણે ITR પોતે ભરતા નથી  કારણ કે તેમને એવું લાગે છે કે કોઈ  ભૂલ થઈ ગઈ તો મોટી મુશ્કેલી થશે. તો આ બાબતે તમે જરાય ગભરાઓ નહીં. જો તમારાથી ITR ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો આવકવેરા વિભાગ તેમને તે ભૂલ સુધારવા માટે તક પણ આપે છે. આવકવેરા વિભાગ તમને રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની તક આપે છે. આ બિલકુલ એ રીતે જ હોય છે જે રીતે તમે ઓરિજિનલ ITR ભરો છો.

કેવી રીતે ભરાય છે રિવાઈઝ્ડ રિટર્ન

1. સૌથી પહેલા આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ  પોર્ટલ https://www.incometaxindiaefiling.gov.in/home પર લોગ ઈન કરો.

2. તમારો પાન નંબર, પાસવર્ડ, અને કેપ્ચા કોડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.

3. 'E-File' મેન્યૂ પર  ક્લિક કરો અને ત્યારબાદ 'Income Tax Return' પર ક્લિક કરો.

4. 'Income Tax Return' પેજ પર તમારો પાન નંબર ભરાયેલો આવશે

5. હવે અસેસમેન્ટ યર અને આઈટીઆર ફોર્મ નંબર પસંદ કરો.

6. હવે 'ફાઈલિંગ ટાઈપ' માં જઈને આરિજિનલ/ રિવાઈઝ્ડ નો વિકલ્પ પસંદ કરો.

7. ત્યારબાદ સબમિશન મોડમાં 'Prepare and Submit Online' પર ક્લિક કરો.

8. જનરલ ઈન્ફોર્મેશન ટેબ હેઠળ ઓનલાઈન આઈટીઆર ફોર્મમાં  'Return Filing Section' માં રિવાઈઝ્ડ રિટર્ન અંડર સેક્શન 139(5) અને 'Return Filing Type'માં રિવાઈઝ્ડ ની પસંદગી કરો.

9. હવે ઓરિજિનલ આઈટીઆરમાં નોંધેલા એક્નોલેજમેન્ટ નંબર અને આઈટીઆર ફાઈલ કરવાની તારીખ પસંદ કરો.

10. હવે સંબંધિત જાણકારી ભરો અને ત્યારબાદ તેમા સુધાર કરો તથા ITRને સબમિટ કરી દો.

રિટર્નને વેરિફાય કરો

જ્યારે તમે રિવાઈઝ્ડ રિટર્ન ભરો તો તેને જરૂર વેરિફાય કરો. જેની સરળ રીત છે આધાર દ્વારા. તમારે 'જનરેટ આધાર ઓટીપી' પર ક્લિક કરવાનું રહેશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ OTPને ભરી દો. તેને ભરતા જ તમારા ઈમેઈલ આઈડી પર એક્નોલોજમેન્ટ આવી જશે.

કેટલીવાર ભરી શકો  છો રિવાઈઝ્ડ રિટર્ન

તમને ખબર હોવી જોઈએ કે રિવાઈઝ્ડ રિટર્ન અસેસમેન્ટ યર ખતમ થતા પહેલા જ ભરી શકાય છે. માની લો કે તમારે નાણાકીય વર્ષ 2019-20નું રિટર્ન ભર્યુ તો તમે 31 માર્ચ 2021 સુધીમાં તમારી થયેલી ભૂલ સુધારી શકશો. આ વચ્ચે તમે ગમે તેટલીવાર રિવાઈઝ્ડ રિટર્ન ભરી શકશો.

કયા પ્રકારે ભૂલોમાં સુધાર થઈ શકે છે

આવકવેરા કાયદાની સેક્શન 154(1) હેઠળ તમે જો ITRમાં કોઈ એવી ભૂલ કરી છે કે જે સ્પષ્ટ જોવા મળી રહી છે તો તમે તે ઠીક કરાવી શકો છો. આ ભૂલ કઈ હોઈ શકે છે.

1. કોઈ તથ્યમાં ગડબડી હોય

2. કોઈ આંકડા ખોટા ભર્યા હોય કે ગણતરીમાં ગડબડી થઈ હોય.

3. લખવામાં કોઈ ભૂલ થઈ હોય.

4. ટેક્સ ક્રેડિટમાં મિસમેચ થઈ હોય.

5. એડવાન્સ ટેક્સમાં મિસમેચ હોય

6. જાતિ ભરવામાં ભૂલ થઈ હોય.

7. કેપિટલ ટેક્સ પર વધારાની જાણકારી ન ભરી હોય.

(4:46 pm IST)