મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

સોનાની દાણચોરીમાં ભારેખમ ઘટાડો

શ્રીલંકાએ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરતા સોનાની દાણચોરીમાં વધારો થવાની શકયતા

દિલ્હી તા.રર : કોરોનાના કારણે દેશમાં લગાવાયેલ કડક લોકડાઉનથી દાણચોરી દ્વારા આવતા સોનામાં ઘટાડો થયો છે. નિષ્ણાંતો અનુસાર, દેશમાં દાણચોરી દ્વારા આવતા સોનાનું પ્રમાણ ઘટીને દર મહિન બે ટન પર આવી ગયું છે આ વર્ષે દાણચોરી દ્વારા રપ ટકા સોનું આવવાની શકયતા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીયલ અનુસાર, કોરોના મહામારી પહેલા ભારતમાં વર્ષે લગભગ ૧ર૦ ટન સોનું દાણચોરી દ્વારા આવતું હતું. એટલે આ વર્ષે દાણચોરીના સોનામાં લગભગ ૮૦ ટકાનો ઘટાડો આવી શકે છે.

ગયા મહિને શ્રીલંકા દ્વારા સોના પરથી ઇમ્પોર્ટ ડયુટી દેવાતા સોનાની દાણચોરીમાં વધારો થશે. બોટ દ્વારા ફકત ૪પ મીનીટમાં શ્રીલંકાથી દક્ષિણ ભારત પહોંચી શકાય છે. એટલે દાણચોરો જેમ બને તેમ જલ્દી કામગીરી શરૂ કરી શકે છે આ ઉપરાંત બધી ફલાઇટો પણ એકવાર ચાલુ થાય એટલે દેશમાં ફરીથી દાણચોરી વધી શકે છે

ઉંચી કિમતો અને આયાત પર ૧ર.પ ટકા ટેક્ષ ઉપરાંત સ્થાનિક કરો હોવાના કારણે સોનાની ગેરકાયદેસરની ખરીદી સસ્તી પડે છે.

એવુ માનવામાં આવે છે કે ફાયદો દાણાચોરોને મળે છે છેલ્લા ૬ મહિનાથી કોઇ ફલાઇટ નથી. તેની દાણચોરી પર બહુ મામૂલી અસર પડી છે. દેશમાં દાણચોરીનો જે કોઇ માલ આવે છે તે બધો નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથેની જમીની બોર્ડર પરથી આવે છે.

જમીન સાથે જોડાયેલી બોર્ડર પર કડક નિગરાણીના કારણે દાણચોરી પર લગામ આવી છે. એક અનુમાન એપ્રિલમાં એરપોર્ટે પર ફકત ર૦.૬ કિલો સોનું પકડાયું છે. જે ૬ વર્ષનો સૌથી નીચો રેકોર્ડ છે.

(3:15 pm IST)