મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

રિયાનો જેલવાસ ૬ ઓકટોબર સુધી લંબાયો

હાઇકોર્ટમાં જામીન અરજી ઉપર સુનાવણી કાલે થશે

મુંબઇ તા. ૨૨ : ડ્રગ્સ કેસમાં ફસાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીનો જેલવાસ ૬ ઓકટોબર સુધી લંબાયો છે. રિયાની સાથે તેના ભાઇ શોવિકનો જેલવાસ પણ લંબાયો છે.

રિયાની એનસીબીએ ૮ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી અને તેણીને ૨૨મી સુધી કોર્ટે જેલમાં મોકલી દીધી હતી. આ દરમિયાન રિયા અને શોવિકે બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે જેના પર આવતીકાલે સુનાવણી થશે.

રિયા અને શોવિકની અભિનેતા સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ્સ મેળવી આપવાનો આરોપસર ધરપકડ થઇ હતી.

(3:02 pm IST)