મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

શારિરિક શ્રમ કરનારા શ્રમિકોના શરીરમાં એન્ટીબોડીનું વધુ પ્રમાણ જોવા મળે છે : સર્વે

ઓફિસમાં કામ કરનારા ૬-૮ ટકા લોકોમાં કોરોના એન્ટબોડી

વારાણસી,તા. ૨૨: હાલમાં BHUના સંશોધનમાં કોરોનાને લઈને એક વધુ ખુલાસો કરાયો છે. તેમાં કહેવાયું છે કે શારીરિક શ્રમ કરનારા શ્રમિકોના શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. જયારે ઓફિસમાં કામ કરનારા ૬-૮ ટકા લોકોમાં કોરોનાના એન્ટીબોડી જોવા મળે છે. તો સડક પર મહેનત મજૂરી કરનારાઓમાં ૨૪ ટકા જેટલી એન્ટીબોડી જોવા મળી રહી છે. એટલે કે આ પ્રમાણ લગભગ ૩ ગણું વધુ છે.

આ રિસર્ચના આધારે ઓફિસવાળા વ્યકિતઓ અન્યના સંપર્કમાં ઓછા આવવાથી તેમનામાં કોરોના ઓછો ફેલાય છે, જયારે ખુલ્લામાં કામ કરનારા શ્રમિકો કોરોનાથી સંક્રમિત થાય છે એટલે એન્ટિબોડી પણ વધુ જોવા મળે છે. શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા બંધ રૂમમાં કામ કરનારા ૬-૮ ટકા લોકોમાં કોરોના એન્ટીબોડી મળ્યા છે. જયારે સડક પર મજૂરી કરનારા શ્રમિકોમાં ૨૪ ટકામાં એન્ટીબોડી મળી રહ્યા છે. પ્રોફેસરે કહ્યું કે વારાણસીમાં બે તબક્કામાં એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.

તેઓએ એમ પણ કહ્યું કે આની પાછળનું કારણ એ હોઈ શકે કે અનેક લોકો અન્ય લોકોના સંપર્કમાં આવતા નથી. તેના કારણે ન તો તેમને કોરોના થાય છે અને ન તો તેમનામાં એન્ટીબોડી બને છે. જયારે અન્ય વર્ગ શ્રમિક વર્ગ છે જે સડક પર વધારે સમય વીતાવે છે. એવા ૨૪ ટકામાં એન્ટીબોડી જોવા મળ્યા છે. પ્રોફેસરે કહ્યું છે કે એન્ટીબોડી કીટ બનાવનારી કંપનીની સાથે કોલેબોરેટ કરવામાં આવ્યું હતું. તેના શોધમાં ખ્યાલ આવ્યો છે કે હર્ડ ઈમ્યુનિટીનું સ્તર અલગ અલગ જિલ્લામાં કેવું છે અને આ પ્રોસેસ હજુ પણ ચાલ રખાશે.

(11:39 am IST)