મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ન્યાયમાં થતા વિલંબને અન્યાય કહેવાય? જુદા જુદા રાજયોની હાઇકોર્ટમાં પડતર કેસની સંખ્યા અધધ..૫૫ લાખ

ડીસ્ટ્રીકટ તથા નીચલી કોર્ટમાં પડતર કેસનો આંકડો ૩ કરોડ ૪૪ લાખ ને પાર

નવી દિલ્હી, તા.૨૨: પાર્લામેન્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ ૧૬ સપ્ટેમ્બરની તારીખે દેશના જુદા જુદા રાજયોની હાઇકોર્ટમાં પડતર કેસોની સંખ્યા ૫૫ લાખ જેટલી છે. જેમાં સૌથી વધારે સંખ્યા ૭,૪૬,૬૭૭ સાથે અલાહાબાદ હાઇકોર્ટ મોખરે છે. ત્યારપછી પંજાબ અને હરિયાણા ૬,૦૭,૦૬૯ , મદ્રાસ ૫,૭૦,૨૮૨,રાજસ્થાન  ૫,૦૭,૭૪૯, અને મધ્ય પ્રદેશની હાઇકોર્ટ ૩,૭૫,૬૩૦ કેસ ધરાવે છે.દેશની ૨૫ હાઇકોર્ટના પડતર કેસની સંખ્યા ૫૧,૫૨,૯૨૧ થવા જાય છે.જે પૈકી ૩૬,૭૭,૦૮૯ સિવિલ કેસ છે.જયારે ક્રિમિનલ કેસની સંખ્યા ૧૪,૭૫,૮૩૨ છે.

ઉપરાંત દેશના જુદા જુદા જિલ્લાઓની કોર્ટમાં પડતર કેસની સંખ્યા પણ પાર્લામેન્ટમાં રજૂ કરાઈ હતી.જે મુજબ ડીસ્ટ્રીકટ તથા નીચલી કોર્ટમાં પડતર કેસની સંખ્યા ૩ કરોડ ઉપરાંત એટલેકે ૩,૪૪,૭૩,૦૬૮ છે.જે પૈકી ૯૪,૪૯,૨૬૮ સિવિલ કેસ છે.જયારે ક્રિમિનલ કેસની સંખ્યા ૨,૫૦,૫૩,૮૦૦ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:37 am IST)