મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

દિપીકા પદુકોણની ડ્રગ્સ ચેટથી ખળભળાટ ટોચની અભિનેત્રી નશા માટે ''કરગરતી'' જોવા મળી!

દીપિકા પાદુકોણની મેનેજરને NCBનું સમન્સ

મુંબઇ,તા.૨૨ : બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ સંબંધિત ડ્રગ્સ એંગલમાં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB) બોલિવુડ અભિનેત્રીઓ સારા અલી ખાન  અને શ્રદ્ઘા કપૂરને પૂછપરછ માટે સમન્સ પાઠવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ અઠવાડિયે સારા અલી ખાન, શ્રદ્ઘા કપૂર અને અન્ય કેટલાક લોકોને પૂછપરછ માટે સમન મોકલાશે. આ જ કડીમાં એક વધુ નામ ઉમેરાયું છે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશનું.

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને NCBએ સમન મોકલ્યું છે. માહિતી પ્રમાણે મંગળવારે તેની પૂછપરછ થઈ શકે છે. આ બાજુ દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશ વચ્ચે ૨૮ ઓકટોબર ૨૦૧૭માં થયેલી એક વાતચીતની કેટલીક ડિટેલ્સ મળી આવી છે. જેમાં બંને વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત  થઈ હતી. જુઓ શું વાતચીત થઈ હતી.

દીપિકા : તારી પાસે માલ છે?

કરિશ્મા : હાં પરંતુ ઘરે છે, હું બાન્દ્રામાં છું.

કરિશ્મા : જો તમે ઈચ્છે તો હું અમિતને પૂછી શકું છું.

દીપિકા : હાં...

દીપિકા : પ્લિઝ...

કરિશ્મા : અમિત પાસે છે. તે લઈને જઈ રહ્યો છે.

દીપિકા : હેશ ને!

દીપિકા :વીડ નહીં.

કરિશ્મા : હાં, હેશ...

કરિશ્મા : તમે કોકો કયાં સુધીમાં આવો છો?

દીપિકા : ૧૧:૩૦/ ૧૨:૦૦

દીપિકા : Shal ત્યાં કયાં સુધી છે?

કરિશ્મા : તેણે કદાચ ૧૧:૩૦ કહ્યું કારણ કે તેને ૧૨ વાગે બીજી જગ્યાએ જવાનું છે.

અત્રે જણાવવાનું કે કવાન (Kwan) એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની છે, જે અલગ અલગ સેલિબ્રિટિઝને ટેલેન્ટ મેનેજર ઉપલબ્ધ કરાવે છે. કરિશ્મા કવાનમાં કામ કરે છે. અને તેના દ્વારા તે દીપિકા પાદુકોણને મેનેજ કરે છે. કરિશ્મા, જયા સાહાની કવાન ટેલેન્ટ મેનેજમેન્ટમાં જૂનિયર છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઉજયા સાહા પણ કવાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા સુશાંત સિંહને મેનેજ કરતી હતી.

(11:30 am IST)