મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

શરદ યાદવને શ્વાસ લેવામાં તકલીફ: ગંગારામ હોસ્પિટલમાં દાખલ : વેન્ટિલેટર પર રખાયા

  નવી દિલ્હી : લોકતાંત્રિક  જનતા દળના વડા એવા પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવની તબિયત અચાનક લથડી છે તેઓને  શ્વાસ લેવામાં તકલીફ થઈ છે  તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. શરદ યાદવની ગંભીર હાલત જોતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

સમાજવાદી નેતા શરદ યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડતા  ગંભીર હાલતમાં તેમને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ગંભીર હાલત જોતા તબીબોએ તેને વેન્ટિલેટર પર બેસાડ્યા છે.

(11:25 am IST)