મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

૧૪૦૦ કરોડનું કૌભાંડ

સીબીઆઇએ 'કવોલીટી આઇસ્ક્રીમ' બનાવતી કંપનીનું ગળુ પકડયું : દરોડા : નોંધી એફઆઇઆર

કેનેરા બેંક - બરોડા બેંક - કોર્પોરેશન બેંક - IDBI - સેન્ટ્રલ બેંક - સિન્ડીકેટ બેંક - ધનલક્ષ્મી બેંકને લગાડયો ચુનો

નવી દિલ્હી તા. ૨૨ : આઈસક્રીમ બનાવનારી કંપની કવોલિટી લિમિટેડનું નામ એક બેંકિંગ દગાખોરીમાં સામે આવ્યું છે. ડેરી પ્રોડકટ્સ કંપની પર બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વવાળા કંસોર્ટિયમથી દગાખોરી કરીને લગભગ ૧૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કરવાનો આરોપ છે. CBIના આ મોટી કંપનીના ડિરેકટર સહિત ૮ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કંપનીએ અનેક બેંક સાથે દગાખોરી કરી હોવાનું સામે આવ્યું છે.

CBIના પ્રવકતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વના સહાયત સંઘને લગભગ ૧૪૦૦.૬૨ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સહાયતા સંઘમાં કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ધન લક્ષ્મી બેંક અને સિન્ડિકેટ બેંક પણ સામેલ છે.

CBIએ કવોલિટી લિમિટેડ અને તેના નિદેશકોના ૮ સ્થળો પર સોમવારે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈએ કવોલિટી લિમિટેડ અને તેના નિદેશકો સંજય ઢીંગરા, સિદ્ઘાંત ગુપ્તા, અરૂણ શ્રીવાસ્તવ સિવાય અન્ય અજ્ઞાત લોકોની વિરુદ્ઘમાં કેસ નોંધ્યો છે. સીબીઆઈના પ્રવકતાએ ફરિયાદમાં આરોપ મૂકયો છે કે આરોપીઓએ બેંક ઓફ ઈન્ડિયાના  નેતૃત્વના સહાયત સંઘને લગભગ ૧૪૦૦.૬૨ કરોડનો ચૂનો લગાવ્યો છે.

આ સહાયતા સંઘમાં કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ધનલક્ષ્મી બેંક અને સિન્ડિકેટ બેંક પણ સામેલ છે. પ્રવકતાએ કહ્યું છે કે બેંકોથી રકમ લઈને અન્ય મદમાં ખર્ચ કરીને, સંબંધિત પક્ષથી ખોટી લેન દેન કરીને, ખોટા દસ્તાવેજો અને રસીદ તથા ખોટા ખાતાને લઈને દગાખોરી કરવામાં આવી છે. આ સિવાય ખોટી સંપત્ત્િ। અને તેને આપવાની વાતો સામે આવી છે.

સીબીઆઈએ કંપની અને આરોપીને દિલ્હી, ઉત્તરપ્રદેશના સહારનપુર અને બુલંદશહેર, રાજસ્થાન અને અજમેર તથા હરિયાણાના પલવલના ૮ સ્થાનોની તપાસ કરી છે. આ પહેલાં પણ તેઓએ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં આરોપ મૂકયો કે કવોલિટી લિમિટેડે ૨૦૧૦થી બેંકથી ઉધાર લીધું છે અને ૨૦૧૮ની શરૂઆતથી તેને પેમેન્ટ કરવાનું પણ બંધ કરી દીધું છે.

(10:27 am IST)