મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ઈમરાનને હટાવવા તમામ વિપક્ષો મેદાને : સમગ્ર પાકિસ્તાનમાં કરશે વિરોધ પ્રદર્શન

સર્વપક્ષીય સંમેલનમાં દેશવ્યાપી વિરોધનો તબક્કાવાર કાર્યક્રમ ઘડાયો : સૈન્યનો હસ્તક્ષેપ ચિંતાજનક ગણાવ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે  દેશની મોટી વિપક્ષી પાર્ટીઓએ ઇમરાન  સરકારને હટાવવા માટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા ગઠબંધન કર્યું છે  રવિવારે સર્વપક્ષીય પરિષદમાં 26 મુદ્દાના ઠરાવને પસાર કરાયો હતો આ સંમેલનમાં  પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પીએમએલ-એન), જમિઆત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ જેયુઆઈ-એફ) અને અન્ય ઘણા પક્ષો હાજર રહ્યા હતા. આ સંમેલનનું સંચાલન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) દ્વારા કરાયું હતું.

સર્વપક્ષીય બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જેયુઆઈ-એફના વડા મૌલાના ફઝલ ઉર રહેમાને આ પ્રસ્તાવ વાંચ્યો અને કહ્યું કે વિરોધી પક્ષો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પીટીઆઈ પાર્ટીને શાસન કરવા માટે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) નામથી ગઠબંધન કરવા સંમત થયા છે. સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ શરૂ કરશે

  પ્રસ્તાવમાં  સૈન્યનું નામ લીધા વિના, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇમરાન ખાનની સરકારને "તે જ સંસ્થા દ્વારા બનાવટી સ્થિરતા" આપવામાં આવી છે, જેણે વર્તમાન શાસકોને સત્તા પર લાવવા ચૂંટણીમાં દખલ કરી હતી

દેખીતી રીતે શક્તિશાળી સૈન્યનો ઉલ્લેખ કરતા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે દેશની આંતરિક બાબતોમાં સંસ્થાની વધતી દખલ ખૂબ ચિંતાજનક છે અને તેને દેશની સ્થિરતા અને સંસ્થાઓ માટે જોખમ ગણાવવામાં આવ્યું છે. પ્રસ્તાવ અનુસાર, પ્રદર્શન તબક્કાવાર શરૂ થશે. પ્રથમ તબક્કામાં, વિરોધી પક્ષો ઓક્ટોબરમાં ચારેય પ્રાંતમાં સંયુક્ત રેલીઓ કરશે. બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે, જે દરમિયાન વિપક્ષો દેશભરમાં મોટી રેલીઓ કરશે. આ પછી, આવતા વર્ષે જાન્યુઆરીમાં, સરકારને હટાવવા માટે ઇસ્લામાબાદ માટે નિર્ણાયક મોટી કૂચ શરૂ થશે.

(10:11 am IST)