મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કેનેડાના તબીબોએ કોરોના માટે ગાંજામાંથી દવા બનાવી

વેક્સિનની માફક આ દવાની સાઈડ ઈફેક્ટ નહીં રહે : કોરોના લીધે થનારી હૃદય સંબંધિત બીમારીઓથી બચાવશે

ઓટાવા, તા. ૨૧ : કોરોના વાયરસની સારવાર ગાંજામાંથી બનાવવામાં આવેલી દવાથી કરવામાં આવશે. કેનેડાની એક દવા કંપનીએ એક એવી દવા બનાવી છે જે કોરોના માટે બનાવવામાં આવેલી વેક્સિનની જેમ સાઈડ ઈફેક્ટ પણ કરશે નહીં. આ સિવાય આ કોરોના વાઈરસના કારણે થનારી હૃદય સંબંધિત બીમારીઓથી પણ બચાવશે. હાલ આ કંપની ભારતમાં પોતાની દવાની માણસ પર ટ્રાયલ માટે ભારત સરકાર સાથે વાત કરી રહી છે.

કેનેડાની દવા કંપની અકસીરાનું માનવું છે કે ગાંજામાંથી બનનારી દવા અમેરિકાના કેટલાક રાજ્યોમાં માન્ય છે. કેનેડામાં પણ કેટલાક રાજ્યોમાં ગાંજાનેલીગલ જાહેર કરવામાં આવ્યો છે. આનાથી બનનારી દવાઓમાં સાઈકોએક્ટિવ પ્રોપર્ટી હોય છે. આ માનવના તંત્રિકા તંત્રને આરામ આપે છે. જેના કારણે શરીરના અન્ય ભાગોમા થનારા દર્દ અને મુશ્કેલીઓથી પણ રાહત મળે છે.

કોરોના વાઈરસથી સંક્રમિત લોકોને હૃદય સંબધિત બીમારી થાય છે જેને એરિથમિયા કહે છે. આ બીમારીમાં હાર્ટબીટ યોગ્ય રીતે ચાલતા નથી. ક્યારેક ઝડપી ક્યારેક ધીમા ચાલે છે જ્યારે સામાન્ય રીતે હૃદયના ધબકારા એક સામાન્ય ફ્લોમાં ચાલે છે.

હૃદયમાં એરિથમિયા ત્યારે થાય છે જ્યારે હૃદયમાં જનારી ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સેસ યોગ્ય રીતે કામ કરતી નથી. જો આની યોગ્ય સમયે તપાસ કરવામાં આવે નહીં તો હાર્ટ એટેક આવવાની શંકા રહે છે અથવા હૃદય સંબંધિત અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે.

અકસીરા દવા કંપનીની કોરોના માટે બનાવવામાં આવેલી દવાનું નામ કેનાબિડિયોલ છે. દવા કંપનીનો દાવો છે કે તેમની દવા કેટલાક પ્રકારની બીમારીઓની સારવાર કરી રહી છે. જેમ મોટી બીમારીની સારવાર કરે છે. કીમોથેરાપીથી થનારા સાઈડ ઈફેક્ટને ઓછુ કરે છે. જેમાં એન્ટિવાઈરલ ખૂબીઓ પણ છે. તેથી કંપનીનો દાવો છે કે આ કોરોના વાઈરસની સારવાર પણ કરી દેશે. અકસીરા કંપનીનો દાવો છે કે કેનાબિડિયોલ દવાના કારણે દિલની કોશિકાઓમાં એરિથમિયા બીમારીની અસર થતી નથી. આ સાથે જ તે હાઈ-ગ્લુકોઝના કારણે થનારી મુશ્કેલીને ઓછી કરી દે છે.

(12:00 am IST)