મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

યુરોપીઅન કન્ટ્રી હંગેરીનું ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન :ડેમોક્રેટ પાર્ટીનો નૈતિક સામ્રાજ્યવાદ નિષ્ફ્ળ નીવડ્યો હોવાથી રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે યોગ્ય ઉમેદવાર : હંગેરીના પ્રાઈમ મિનિસ્ટર વિકટર ઓરબનનું મંતવ્ય

બુડાપેસ્ટ : યુરોપીઅન કન્ટ્રી હંગેરીના પ્રાઈમ મિનિસ્ટર વિકટર ઓરબને આજરોજ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પને બીજી ટર્મમાં ચૂંટી કાઢવા વધુ યોગ્ય છે.
તેમણે આ માટેના કારણમાં જણાવ્યું હતું કે ડેમોક્રેટ પાર્ટીનો નૈતિક સામ્રાજ્યવાદ નિષ્ફ્ળ નીવડ્યો છે.જેનો અમે અમારા દેશમાં અનુભવ કરી લીધો છે.તેથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી ટર્મના પણ પ્રેસિડન્ટ બને તે વધુ યોગ્ય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)