મુખ્ય સમાચાર
News of Sunday, 22nd September 2019

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન જીતશે 240થી 250 સીટોઃ રામદાસ અઠાવલેનો દાવો

ભાજપ-શિવસેનાએ નાના મુદ્દાઓને ટાળી પોતાની તાકાતે સીટોની વહેંચણી કરવીઃ જોઈએ

મુંબઈ : કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને અનેક નાના દળોનું સત્તારૂઢ ગઠબંધન 21 ઓક્ટોબરનાં રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 240થી 250 સીટો પર જીત હાંસલ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. 

     અઠાવલેએ એમ પણ કહ્યું કે, ભાજપ અને શિવસેના એ નાના મુદ્દાઓને ટાળવા જોઇએ અને પોતાની તાકાતનાં આધાર પર સીટોનાં ભાગલાં પાડવા જોઇએ અને સાથે મળીને ચૂંટણી લડવી જોઇએ. અઠાવલેની રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડીયા કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિકની ઘટક છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પહેલા જ જાહેરાત કરી ચૂક્યાં છે કે બંને દળ સાથે મળીને ચૂંટણી લડશે.

(8:06 pm IST)