મુખ્ય સમાચાર
News of Sunday, 22nd September 2019

સાઉદી ક્રાઉન પ્રિન્સના વિશેષ વિમાનમાં અમેરિકા પહોંચ્યા ઇમરાનખાન : યુએનજીએમઆ ભાગ લેશે

કાશ્મીર મામલે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવા ઇમરાનખાન સાત દિવસીય યાત્રાએ : સાઉદી ક્રાઉન પ્રિંસે કહ્યું આપ અમારા વિશેષ અતિથિ છો આપ અમારા વિમાનમાં જાઓ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન અમેરિકા પહોંચ્યા છે,તે અહીં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિશેષ વિમાનથી પહોંચ્યા છે ,

 સૂત્રો મુજબ સાઉદીના ક્રાઉન પ્રિંસે તેઓને કોમર્શિયલ ફ્લાઈટનો ઉપયોગ કરવાની મનાઈ કરી દીધી હતી તેઓએ કહ્યું કે આપ અમારા વિશેષ અતિથિ છો,અને આપ અમેરિકા અમારા વિમાનથી જશો,

  મીડિયાને સંબોધિત કરતા પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યું કે પ્રધાનમંત્રી ઇમરાનખાન અમેરિકા પહોંચી ગયા છે,સાત દિવસીય યાત્રાનો ઉદેશ્ય વિશ્વ સમક્ષ કાશ્મીરમાં જે થઇ રહયું છે તેની તરફ ધ્યાનમાં લાવવાનો છે અમેરિકા પહોંચ્યા પહેલા ઇમરાનખાન બે દિવસની સાઉદી અરબ યાત્રા પર હતા જેથી કાશ્મીર મામલે ઇસ્લામિક દેશોનું સમર્થન હાંસલ કરી શકાય,

  સાઉદીમાં ઇમરાનખાને કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ સાથે મુલાકાત કરી અને તેની સાથે વ્યાપાર,રોકાણ,અને આર્થિક સબંધો ઉપરાંત કાશ્મીર મામલે ચર્ચા કરી,ઇમરાન સાઉદીથી ન્યુયોર્ક માટે રવાના થયા જ્યાં તે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા ( યુએનજીએ ) ના 74માં સત્રમાં ભાગ લેશે અને 27મીએ યુએનજીએને સંબોધિત કરશે

(5:47 pm IST)