મુખ્ય સમાચાર
News of Sunday, 22nd September 2019

ઉદ્વવ ઠાકરે નહેરુ જેલમા ન ગયા પર સવાલ કરતા બોલીવૂડ અભિનેત્રી શ્‍વરાએ આપ્‍યો જવાબ

ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને લઈને ઘણાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, મને નેહરુને વીર કહેવામાં ખચકાટ ન થાત જો તેઓ 14 મીનિટ પણ જેલમાં સાવરકરની જેમ રહ્યા હોત. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પછી બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેમના આ નિવેદન પર જડબાતોડ જવાબ આપ્યો.

દરેક મુદ્દે ડર્યા વિના પોતાની વાત કહેનારી અભિનેત્રી સ્વરાએ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને જવાબ આપ્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, પંડિત જવાહરલાલ નેહરુએ તેમના જીવનનાં લગભગ 9 વર્ષ જેલમાં કાઢ્યા હતા.

ઠાકરેએ સાવરકરઃ આકોજ ફ્રામ અ ફોરગોટન પાસ્ટ આત્મકથાના વિમોચનમાં કહ્યું હતું કે, સાવરકરને પણ ભારત રત્ન સમ્માન આપવું જોઈએ. અમે ગાંધી અને નેહરુ દ્વારા કરેલા યોગદાનની ના નથી પાડતા, પણ દેશ બેથી વધારે પરિવારોના રાજનીતિક પરિદૃશ્ય સુધી સીમિત નથી.

તેમણે કહ્યું, હું નેહરૂને પણ વીર કહેતે, જો તેમને પોતાના જીવનની 14 મિનીટ પણ જેલમાં વિતાવી હોત, જેમ કે સાવરકરે 14 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ઠાકરેએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહેલું કે, રાહુલ ગાંધીને પણ આ પુસ્તકની એક કોપી આપવી જોઈએ. રાહુલ ગાંધીએ કહેલું કે, નેહરુ દેશ માટે જેલમાં રહ્યા હતાં. પણ હું તેમને કહેવાં માંગુ છું કે, સાવરકર 14 વર્ષ જેલમાં રહ્યા અને તેમણે ઘણી પીડાઓ પણ સહન કરી હતી. જો નેહરુને 14 મીનિટ માટે પણ આટલી પીડા થતે, તો હું તેમને વીર કહેતે.

(2:02 pm IST)