મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

ધારાસભ્ય કર્નલ માન્વેન્દ્રસિંહે ભાજપને અલવિદા કહેવાની જાહેરાત કરી

સૌથી વધુ મતે જીતવાનો રેકોર્ડ કરનારા સિંહે કહ્યું કમળનું ફૂલ મારી મોટી ભૂલ : રેલીમાં આવેલ લોકોની સલાહ લેતા બીજેપી છોડોના લોકોએ લગાવ્યા નારા

બાડમેરના શિવ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય કર્નલ માનવેન્દ્ર સિંહે પચપદરામાં આયોજિત સ્વાભિમાન રેલીમાં બીજેપી છોડવાની જાહેરાત કરી છે. સિંહે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, આટલા વર્ષ સુધી ધૈર્ય રાખ્યું. મારા કારણે સમર્થકોને પરેશાન કરવામાં આવ્યા. પીએમને પણ જણાવ્યું. જ્યારે નિર્ણય લેવાવાળા લોકો ચૂક કરે તો, ધૈર્ય તૂટી જાય છે, આજે તે તમામ હદ પૂરી થઈ.

રેલીમાં માનવેન્દ્ર સિંહે 'કમળનું ફૂલ, મારી મોટી ભૂલ' કહીને મુદ્દે રેલીમાં આવેલા લોકો પાસે સલાહ માંગવામાં આવી. સમયે ત્યાં રહેલા લોકોએ બીજેપી છોડવાના નારા લગાવ્યા. સિંહે ભાવુક થઈને કહ્યું કે, 2014ના રોજ દિવસના 12 કલાકે પીએમ નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જસવંત સિંહની ટિકિટ મે નથી કાપી. જયપુરમાં એક અન્ય દિલ્હીના બે નેતાઓએ કાપી છે.

   માનવેન્દ્ર સિંહે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સભાની ચિંગારીને સળગાવેલી રાખવી દરેક સ્વાભિમાની મામસનું કામ છે. સ્વાભિમાનની લડાઈ પૂરા પ્રદેશમાં ચાલશે. આની ગૂંજ પ્રદેશથી કેન્દ્ર સુધી પહોંચશે. આજે અમારા ધૈર્યની સીમા સમાપ્ત થઈ ગઈ. તોફાન પચપદરાથી શરૂ થયું છે, અને જયપુર સુધી પહોંચશે.

   બીજેપીને છોડનારા શિવ ધારાસભ્ય માનવેન્દ્ર સિંહ પીર્વમાં બાડમેર-જેસલમેર લોકસભા વિસ્તારના સાંસદ રહી ચુકેલા છે. 2003ની લોકસભા ચૂંટણીમાં સિંહના નામે સૌથી વધારે મત જીતવાનો રેકોર્ડ છે. સિંહે તે સમયે 2, 72, 000થી પણ વધારે મતથી જીત મેળવી હતી. તે વર્તમાનમાં રાજસ્થાન ફૂટબોલ સંઘના પ્રદેશ અધ્યક્ષ હોવાની સાથે, રાષ્ટ્રીય સ્તર પર પણ ફૂટબોલ સંઘના ઉપાધ્યક્ષ પણ છે. પ્રાથમિક અભ્યાસ તેમણે પોતાના ગામ જસોલથી કર્યો હતો, ત્યારબાદ આગળનો અભ્યાસ અજમેરની મેયો કોલેજ અને પછી લંડનમાં કર્યો.

(9:23 pm IST)