મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

દિલ્‍હીમાં 4 દિવસમાં ડિપ્‍થેરીયા નામની બિમારીથી 12 બાળકોનો ભોગ લેવાયોઃ રસીકરણ ન કરાવ્‍યુ હોય તો બેક્‍ટેરીયા જીવ લે છેઃ સપ્‍ટેમ્‍બર મહિનામાં બેક્‍ટેરીયા વધુ એક્‍ટીવ

નવી દિલ્હી- દિલ્હીમાં પાછલા ચાર દિવસમાં ડિપ્થેરિયા બીમારીથી 12 બાળકોનાં મોત થઈ ગયા. ડોક્ટર્સનું કહેવું છે કે, તે એવા બાળકો હતા, જેમને એન્ટી-ડિપ્થેરિયા વેક્સીન નહોતી આપવામાં આવી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, વર્ષે અત્યાર સુધી 250થી વધારે ડિપ્થેરિયાના દર્દી દાખલ થઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે ડિપ્થેરિયાના બેક્ટેરિયા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક્ટિવ થઈ જાય છે અને એડમિટ થનારા 15થી 20 ટકા દર્દીઓ જીવ ગુમાવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે આવુ દર વર્ષે થાય છે. ઓક્ટોબર મહિના પછી આના કેસ ઓછા થવા લાગે છે.

ડિપ્થેરિયા એક પ્રકારના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી છે. કૉરીનેબેક્ટેરિયમ બેક્ટેરિયાથી ઈન્ફેક્શન થાય છે. બેક્ટેરિયાની અસર મોટાભાગે બાળકોને થાય છે. જો કે બીમારી મોટી ઉંમરના લોકોને પણ થાય છે. બેક્ટેરિયાથી સૌથી પહેલા ગળામાં ઈન્ફેક્શન થાય છે. ત્યારપછી શ્વાસનળી સુધી ઈન્ફેક્શન વધી જાય છે. ઈન્ફેક્શનને કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

એક સ્થિતિ પછી તેમાંથી ઝેરી પ્રવાહી નીકળવા લાગે છે જે લોહીના માધ્યમથી મગજ અને હૃદય સુધી પહોંચે છે અને તેને ડેમેજ કર છે. સ્થિતિમાં પહોંચ્યા પછી દર્દીમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. ડિપ્થીરિયા કમ્યૂનિકેબલ રોગ છે, એટલે કે સરળતાથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.

લક્ષણ દેખાય તો એલર્ટ થઈ જાઓ શ્વાસ લેવામાં તકલીફ ગરદનમાં સોજો ઠંડી લાગવી તાવ, ગળામાં ખારાશ, ખાંસી ઈન્ફેક્શન દર્દીના મોઢા, નાક અને ગળામાં રહે છે અને ફેલાય છે. રીતે બચાવો

રસીકરણથી બાળકને ડિપ્થેરિયા બીમારીથી બચાવી શકાય છે. બાળકોને DPTની રસી પીવડાવવામાં આવે છે. 1 વર્ષના બાળકને DPTની 3 રસી પીવડાવવામાં આવે છે. ત્યાર પછી દોઢ વર્ષ પછી ચોથી અને ચાર વર્ષની ઉંમરે પાંચમી રસી પીવડાવવામાં આવે છે. 12 વર્ષની ઉંમરમાં બાળકને ફરીથી ડિપ્થેરિયાની રસી પીવડાવવી જોઈએ.

(4:53 pm IST)