મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

સુહાગરાતે પત્નીએ કહયું... અને દાઢી-મૂંછ-કુર્તા પાયજામો વાળો નહિ જિન્સવાળો મોર્ડન પતિ જોઇએ છે

પ્રથમ રાત્રીએ જ પત્ની પતિને છોડી ચાલી ગઇ

નવી દિલ્હી, તા., રરઃ સુહાગરાતે જ પત્નીએ કહયું કે મને દાઢી, મૂંછ અને કુર્તા-પાયજામાવાળો પતિ નહિ પણ જીન્સ-ટીશર્ટ પહેરેલો મોર્ડન પતિ જોઇએ છે. તેથી સાથે રહેવું સંભવ નથી. મામલો હરીયાણાના છછરોલીનો છે.

મલિકપુરના ગુફફામે સપનામાં પણ નહોતુ વિચાર્યુ કે ૮ મહિના પહેલા જેની સાથે સંબંધ જોડયો તેણે ખુશીથી નિકાહ કર્યા અને સુહાગરાતે જ એવું કહીને પોતાને ઠુકરાવી દીધો કે મને દાઢી-મૂંછ-કુર્તા-પાયજામાવાળો પતિ પસંદ નથી મારે જીન્સવાળો મોર્ડન પતિ જોઇએ. ગુલફામે તેને કહયું કે હું સુધરવાનો પ્રયાસ કરીશ પણ પત્ની સુહાગરાતે જ તેને સુતેલો છોડી પોતાના ભાઇઓ સાથે પિયર ચાલી ગઇ હતી.

ગુલફામની શાદી ૯ સપ્ટેમ્બરે થઇ હતી અને ૧૦મીએ દુલ્હન ભાગી ગઇ હતી. સુહાગરાતે દુલ્હને દુલ્હાને જોયોને તે ભાગી ગઇ હતી.

પીડીત ગુલફામનું કહેવું છે કે પત્નીએ મને કહયું હતું કે મને દાઢીવાળો-સાધારણ કપડાવાળો પતિ પસંદ નથી. તેણીએ કહયું હતું કે હું ભણેલી છું અને જે માહોલમાં મોટી થઇ છું તે મોર્ડન છે તેથી હું અહી રહી ન શકું. દુલ્હને કહયું હતું કે પહેલા ખબર નહોતી કે જયાં શાદી થઇ રહી છે તેઓ જુના ખ્યાલોવાળા છે.

ગુલફામે તેણીને ઘણુ સમજાવી પણ તે ન માની અને તે પતિને છોડીને રાત્રે જ પીયર ચાલી ગઇ હતી.(૪.૨)

(3:26 pm IST)