મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

ઇઝરાયેલે ભારતને ભેટ આપેલ જળશુધ્ધિકરણ પ્લાન્ટ કચ્છ બોર્ડરે ધુળ ખાઇ રહ્યાની વાતથી ચકચાર

કોંગી ધારાસભ્યએ વિધાનસભામાં પુછેલ પ્રશ્નને શીફતપૂર્વક ઉડાવી દેવાયો

અમદાવાદ : ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાયુહે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપેલા હરતાફરતા ડિસેલિનેશન પ્લાન્ટઅંગે ગેુજરાત વિધાનસભામાં પુછવામાં આવેલા સવાલને જ ઉડાવી દેવાયો છે. આ ગુજરાતને લગતો પ્રશ્ન ન હોવાનું જણાવીને તે પ્રશ્નન કાઢી નાખવામાં આવ્યો છે.

વાસ્તવમાં પ્રધાનમંત્રીને આપવામાં આવેલા આ મોબાઇલ ડિીસેલિનેશન પ્લાન્ટ કેન્દ્ર સરકારના કહેવાય. પરંતુ આ બંને પ્લાન્ટ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપી દીધેલા છે. પરંતુ ગુજરાત સરકાર હાલ આ પ્લાન્ટનો શો ઉપયોગ કરી રહી છે અને તેનાથી કેટલો ફાયદો રાજયને થયો છેતે અંગે એક અતાંરાંકિત પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે આ બાબત ગુજરાતને સ્પર્શતી ન હોવાનું જણાવીનેતેમાં રાજય સરકારની કોઇ જવાબદારી ન આવતી હોવાનું જણાવીને પ્રશ્ન રદ કરી દેવામાં આવ્યો હતો.

આ સવાલનો રાજય સરકાર જવાબ જ આપી ન શકે તેમ હોવાથી તેમનો પ્રશ્ન ઉડાવી દેવામાં આવ્યો હોવાનું વિધાન સભ્ય જવાહર ચાવડાનું કહેવું છે. બીજુ, આજે આ મશીનનો ઉપયોગથઇ રહ્યો છે કે પડયુ રહ્યું છે તે અંગે પણ સરકાર દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. પરિણામે આ મશીન ધૂળ ખાતું પડી રહ્યું હોવાની આશંકા મજબુત બની રહી છે. ત્રીજુ, તેનો ઉપયોગ થતો જ હોયતો પછી તેના અંગેની માહીતી આપવામાં રાજય સરકારને કોઇ જ વાંધો ન હોવો જોઇએ. તેઓ માહીતી આપવાનું ટાળી રહ્યા હોવાથી જ દાળમાં કંઇક કાળુ હોવાની આશંકા મજબુત બની રહી છે. ચોથું આ બંને મશીનો ગુેજરાતના કબજામાં જ છે તેથી ગુજરાત સરકાર તેનો શો ઉપયોગ કરે છે તેનો જવાબ આપવા બંધાયેલી છે. આ જવાબ આપવાને બદલે ગુજરાત સરકાર આખા સવાલનો જ છેદ ઉડાડી રહી છે.

 આ અંગેપાણી પુરવઠા મંત્રી પર્વત પટેલને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ બંને મશીન કચ્છ પાકિસ્તાનની સરહદ પર નડાબેટ પર સીમાનું રક્ષણ કરતા બોર્ડર સિકયોરીટી ફોર્સના જવાનોને આપવામાં આવી છે, પરંતુ તેનો અત્યારે કોઇ જ ઉપયોગ થતો નથી. ચોમાસામાં પાણી ગંદુ હોય ત્યારે ગમે જગ્યાએથી તે લઇને પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરી શકાય તેવુ ચોખ્ખુ પાણી કરી આપવાને આ મશીન સક્ષમ છે. (૩.૬)

 

(3:22 pm IST)