News of Saturday, 22nd September 2018
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીની હત્યા બાદ સેનાનું ઓપરેશન ઓલઆઉટ તેજ :પુલવામાં અનેક ગામોમાં સર્ચ ચાલુ :ઘેરાવ શરુ
જમ્મુ કાશ્મીરમાં ત્રણ પોલીસ અધિકારીની હત્યા બાદ સેના અને પોલીસે ઓપરેશન ઓલ આઉટ તેજ કર્યુ છે. સેનાએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અનેક ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. આતંવાદીઓને વીણીવીણીને ઠાર મારવા માટે સેનાએ અનેક વિસ્તારનો ઘેરાવો શરૂ કર્યો છે.
શોપિયામાં આતંકવાદીઓએ શુક્રવારે ચાર પોલીસ કર્મચારીઓનું અપહરણ કર્યુ હતુ જે બાદ ચારમાંથી ત્રણ પોલીસ કર્મચારીની હત્યા કરી દેવામાં આવી હતી. આતંકવાદીઓની કરતૂત બાદ સેનાએ આતંકવાદ વિરૂદ્ધ આપરેશન હાથ ધર્યુ છે.
(1:36 pm IST)