મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

''જોબ માર્કેટ'' ઉપર એક નજર

વિવિધ ક્ષેત્રે નોકરીની તકો

રાજકોટ તા.૨૨: દેશમાં અને રાજયમાં વિવિધ ક્ષેત્રે રોજગારીની તકો ઉપલબ્ધ થતાં ''જોબ માર્કેટ''માં સારી એવી તકો આજના યુવાધન માટે સર્જાઇ રહી છે. જેની ઉપર નજર કરીએ તો....

* સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા ૨૪-૯-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક/ BE ફાયર તથા પ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ૪૬ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www.sbi.co.in

* MGVCL-મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા ૧-૧૦-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પેશ્યલ એલ.એલ.બી. થયેલા તથા ૩ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે પ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. વય મર્યાદા ૩૫ વર્ષ છે. રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. www.mgvcl.co.in

* ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ૨૬-૯-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ફાર્મસી સ્નાતક/ ડીપ્લોમા-સ્નાતક-કૃષિ સ્નાતક થયેલ તથા ૨૧ થી ૩૬ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૩૨૦ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. www.ojas.gujarat.gov.in

* ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી દ્વારા ૩૦-૯-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો માટે ૩૪ જગ્યાઓ ઉપર ભરતી થઇ રહી છે. ૧૮ થી ૨૭ વર્ષ ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે. www. recruit.barc.gov.in

* વેર્સ્ટન કોલ ફીલ્ડ લી. દ્વારા ૨૭-૯-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે માઇનિંગ ડીપ્લોમા કરેલ ઉમેદવારો માટે ૩૩૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આવી રહી છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર તા.૩૧-૮-૨૦૧૮ના રોજ ૧૮ થી ૩૦ વર્ષ હોવી જરૂરી છે. દર મહિને ૩૧,૫૦૦ રૂ. થી વધુનું પગારધોરણ હોવાનું જણાવાયું છે. www.westerncoal.gov.in

* SJVN લી.દહેરાદૂન દ્વારા ૩૦-૯-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૫૦ એપ્રેન્ટીસની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://sjvn.nic.in/ index-hi.htm

* આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફિસર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતની સેંકડો જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત રાજયના વિવિધ જિલ્લાઓ માટે ૧૮૦૦ થી વધુ તલાટીઓ તથા ૧૦૦૦ થી વધુ જુનિયર કર્લાકની ભરતી પણ પુરજોશમાં ચાલી રહી છે. ઓનલાઇન ફોર્મ ભરાવાના પણ ચાલુ જ છે. www.ojas.gujarat.gov.in

આટઆટલી નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. મનગમતી નોકરી આપ સોૈની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતાં પહેલાં ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ  કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે. અરજી કરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલાસર અરજી થઇ જાય તે પણ ઇચ્છનીય છે.) (૧.૫)

 

(11:49 am IST)