મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

કથક નૃત્ય : અમેરિકામાં કેલિફોર્નિયા નૂપૂર ડાન્સ એકેડેમીના ઉપક્રમે ર૩ સપ્ટે. રવિવારે યોજાનારો કાર્યક્રમઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

કેલિફોર્નિયા : અમેરિકામાં કેલિફોર્નિયા નૂપુર ડાન્સ એકેડેમી પ્રેસિડીઓના ઉપક્રમે ર૩ સપ્ટે. ર૦૧૮ રવિવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

પ્રેસિડીઓ વિઝીટર સેન્ટર ર૧૦, લિન્કોલ્ન બુલવર્ડ, સાન  ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા મુકામે  ઉજવાનારા આ કાર્યક્રમનો સમય સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધીનો રાખવામાં  આવ્યો છે.જેમાં એકેડેમી આર્ર્ટીસ્ટીક ડીરેકટર સુશ્રી દિપાન્વિતા સેનગુપ્તા  કથક નૃત્ય રજુ કરશે.

તમામ માટે  વિના મૂલ્યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:39 pm IST)