મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ભૂસ્ખલનને લઇ શીમલા પાસે નરવામાં ફસાયા પ૩૩ વિદ્યાર્થીઓ અને ૬૧ શિક્ષકોઃ બધાને બચાવી લેવાયા

         ભૂસ્ખલનને લઇ હિમાચલ પ્રદેશની રાજધાની સીમલા પાસે નરવામાં ફસાયેલા પ૩૩ વિદ્યાર્થીઓ અને ૬૧ શિક્ષકોને ત્યાંથી સુરક્ષિત કાઢી એમના નિયત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા.

         બધા વિદ્યાર્થીઓ જીલ્લા સ્તરની ટુર્નામેન્ટ પછી ઘર પાછા ફરતી વખતે ચોપપાલ અને નરવા વચ્ચ્ે ફસાયા હતા. શિમલાની ૯પ ટકા ક્ષતિગ્રસ્ત સડક રીપેર કરી લેવામાં આવી છે.

(10:40 pm IST)