મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ભારતીય એંટી-સેટેલાઇટ મિશનથી ઉત્પન્ન કાટમાળ અંતરિક્ષમાં હજુ પણ મૌજુદ છેઃ નાસાનો દાવો

નાસાનો દાવો છે કે ભારત એંટી-સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ ''મિશન શકિત'' ને કારણે ઉત્પન્ન કાટમાળ હજુ પણ અંતરિક્ષમાં મોજુદ છે. નાસાએ કહ્યું ટ્રેક માટે જઇ શકવાવાળા ૧૦૧ માંથી લગભગ ૪૯ ટુકડા ૧પ જુલાઇ સુધી અંતરિક્ષમાં મોજુદ હતા. ભારતએ માર્ચમા ટેસ્ટ દરમ્યાન પોતાના ૭૪૦ કિલોગ્રામ વજનના માઇક્રોસેટ- ચાર સેટેલાઇટને નિશાન બનાવ્યુ હતુ.નાસાએ પહેલા કાટમાળના ૪૦૦ ટુકડા બનવાની વાત કરી હતી. ઇસરોએ કહ્યું હતુ ૬ મહિનામાં બળીને કાટમાળ નષ્ટ થઇ જશે.

 

(10:08 pm IST)