મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

અમેરિકામાં GOPIO કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે ૧૭ ઓગ.ના રોજ ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ સ્ટેમ્ફોર્ડ મેયર, ભારતના કોન્સ્યુલ જનરલ, સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ધ્વજવંદન કરી સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો

કનેકટીકટઃ યુ.એસ.ના સ્ટેમફોર્ડ કનેકટીકટમાં ૧૭ ઓગ.૨૦૧૯ શનિવારના રોજ ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઇ ગયો.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી મેમ્બર્સએ રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇ ડાન્સ, મ્યુઝીક, મનોરંજનનો આનંદ માણ્યો હતો. તથા ભારતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ, તેમજ કાઇટ ફલાઇંગ, ટેટ્ટુ, સહિતના નિદર્શન યોજાયા હતા. જેના એક દિવસ પહેલા મેયરએ ભારતના સ્વાતંત્ર્ય દિનને વધાવ્યો હતો.

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)આયોજીત ઉજવણીમાં મેયર ઉપરાંત ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી વિપુલ મેસરીયા જોડાયા હતા. તથા ભારત અને અમેરિકાનો ધ્વજ લહેરાવ્યો હતો.

(8:58 pm IST)