મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI): વતનના નાગરિકોની આરોગ્ય સેવાઓ માટે મદદરૂપ થતું ઓર્ગેનાઇઝેશનઃ ભારતના છેવાડાના વિસ્તારોમાં વસતા પ્રજાજનોને શ્રેષ્ઠ આરોગ્ય સારવાર અપાવવા એપોલો ગૃપની હોસ્પિટલો સાથે MOU કર્યા

શિકાગોઃ અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)એ ભારતની એપોલો હોસ્પિટલ ગૃપની કંપની હેલ્થનેટ ગ્લોબલ લીમીટેડ (HNG)સાથે દેશના છેવાડાના વિસ્તારોમાં વસતા પ્રજાજનોને આરોગ્ય સેવાઓ આપવા માટે MOU કર્યા છે. જેનાથી આ પછાત વિસ્તારોના લોકોને સમયસર યોગ્ય આરોગ્ય સારવાર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે ૧ લાખ જેટલા મેમ્બર ધરાવતું AAPI સૌથી મોટુ ઓર્ગેનાઇઝેશન છે. જે ભારતમાં આરોગ્ય સેવાઓ માટે મદદરૂપ થાય છે. તેણે તાજેતરમાં ૨૧ થી ૨૪ જુલાઇ ૨૦૧૯ દરમિયાન હૈદ્દાબાદમાં મળેલી ૧૩મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટમાં ઉપરોકત MOU કર્યા છે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)