મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

કોર્પોરેટ સેક્ટર પર નુકસાન માટેની અસર દેખાવા લાગી

રોકાણકારોના વલણને મંદીથી મોટો ફટકો પડ્યો : ડોલરની સામેરૂપિયામાં મોટા ઘટાડાની પણ સીધી અસર જોવા મળી : શ્રેણીબદ્ધ શેરમાં મંદી રહેતા જોરદાર નિરાશા

મુંબઈ,તા. ૨૨ : આર્થિક સુસ્તીના પરિણામસ્વરૂપે ભારતીય ઉદ્યોગજગતની હાલત કફોડી બનેલી છે. મુડીરોકાણકારો દિશાહિન બનેલા છે. રોકાણકારોના વલણને મોટો ફટકો પડ્યો છે. આર્થિક સુસ્તીના પરિણામસ્વરૂપે કોર્પોરેટ સેક્ટરને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે. જુન ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક અને નફા બંનેમાં મોટો ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયામાં પણ ઘટાડો થયો છે. અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો નીચે સપાટીએ પહોંચ્યો છે. આજે ડોલર સામે રૂપિયો ૭૧.૯૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે જે શેરમાં તેજી રહી હતી તેમાં મહિન્દ્રાના શેરમાં ૧.૫૭ ટકા, ટીસીએસમાં ૧.૩૩ ટકા, હિન્દુસ્તાન લીવરમાં ૧.૦૩ ટકા અને એચસીએલ ટેકના શેરમાં ૦.૫૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એનએસઈમાં બ્રિટાનિયાના શેરમાં ૧.૭૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

શેરબજારમાં  અફડાતફડી માટેના કારણો ડોલર સામે રૂપિયો પણ વધુ ગગડી ગયો

મુંબઈ, તા. ૨૨ : સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે ઉદ્યોગ જગત દ્વારા રાહત પેકજેની માંગ પર કેન્દ્ર સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા ન મળતા આજે ગુરૂવારના દિવસે શેરબજારમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. શેર બજારમાં ૧.૫૦ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં પાંચ મહિનાની નીચી સપાટી  જોવા મળી હતી. રિયાલ્ટી, મેટલ અને ઓટોમોબાઇલના શેરમાં તેમજ સરકારી કંપનીઓના શેરમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ તમામ શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં મંદી માટેના કારણો નીચે મુજબ છે.

પેકેજને લઈને સરકાર ઉદાસીન

સુસ્ત થઈ રહેલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી ઉદ્યોગજગતને પેકેજ આપવાને લઈને કોઈ સમાચાર આવી રહ્યા નથી. બજાર દ્વારા ઉત્સુક્તાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે પરંતુ પેકેજ મળી રહ્યું નથી. જેથી નિરાશા વચ્ચે વેચવાલી જારી છે. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તિએ અર્થવ્યવસ્થા માટે કોઈ પેકેજ આપવાનો ઈન્કાર કરતા વધારે નિરાશા જોવા મળી રહી છે. નફા અને નુકસાન જાહેર અવધારણા અર્થવ્યવસ્થા માટે યોગ્ય નથી.

કમજોર વૈશ્વિક સંકેત

એશિયન તથા યુરોપિયન બજારોમાં મંદીની અસર શેર બજારમાં પણ જોવા મળી રહી છે. સુસ્તીનું સંકટ તોળાઈ રહ્યું છે. સંકટ વધી જવાના લીધે રોકાણકારો ભારે ચિતા તુર દેખાઈ રહ્યા છે.

આર્થિક સુસ્તીની ઉદ્યોગજગત પર માઠી અસર

કેયર રેટિંગના અહેવાલ બાદ મુડીરોકારોનું વલણ બદલાઈ ગયું છે. મુડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક સુસ્તીથી કોર્પોરેટર સેક્ટરને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે. જુન ત્રિમાસિક ગાળામાં કંપનીઓની આવક અને નફા બંનેમાં ભારે ઘટાડો થયો છે.

ડોલર સામે રૂપિયામાં ઘટાડો

ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકી ડોલર મજબુત બનતા તેની અસર શેર બજારો પર થઈ રહી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો ૪૨ પૈસા સુધી નરમ બની જતા તેની અસર શેરબજારમાં થઈ હતી. રૂપિયો આજે ૭૧.૯૭ સુધીની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

અનેક શેરોમાં તેજી

બીએસઈમાં આજે મહિન્દ્રાના શેરમાં ૧.૫૭ ટકા અને ટીસીએસના શેરમાં ૧.૩૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. જોકે, બીજી બાજુ યશ બેન્કના શેરમાં ૧૩.૯૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. બજાજ ફાયનાન્સમાં ૪.૫૨ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.

(8:04 pm IST)