મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

મોદી-શાહના માસ્ટર સ્ટ્રોક આગળ ઘુટણિયે પડયા અલગાવવાદી-રાજકીય પક્ષોઃ બીનશરતી મંત્રણા માટે તૈયાર

સરકાર માટે રાહતના સમાચારઃ આવતા સપ્તાહથી મંત્રણા!

નવી દિલ્હી તા. રર :.. નવા કાશ્મીરમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહનો માસ્ટર સ્ટ્રોક હિટ રહ્યો છે. જેનું જ પરિણામ છે કે ૩૭૦ રદ થયા બાદ કાશ્મીર માં સ્થિતી સામાન્ય બની રહી છે. રાજયપાલના સલાહકારો પાસે એવી માહિતી આવી છે કે જે સરકાર માટે રાહતરૂપ છે.

રાજયપાલ સત્યપાલ મલિક પાસે એવા સમાચાર આવ્યા છે કે ખીણમાં રાજકીય પક્ષોના કાર્યકરો, અલગાવવાદી સંગઠનોના પ્રતિનિધી અને બીજા સંગઠનો વાતચીત માટે  તૈયર થયા છે. સંભવ છે કે આવતા સપ્તાહે રાજયપાલ સાથે મંત્રણા થશે. બીન શરતી મુખ્યધારામાં પાછા ફરવા માટે તેઓ તૈયાર છે.

હવે ખીણમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. નેશનલ કોન્ફ. અને પીડીપીના નેતા હવે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે. અલગાવવાદીના નેતા પણ જીદ છોડી સરકાર સાથે અલવા મન બનાવી રહયા છે. તેઓ જાણે છે કે જીદ લાંબો સમય નથી ટકવાની. નવુ એન્ટી ટેરર બીલ પસાર થયા બાદ આ બધાને ખબર છે કે બીનકાયદેસ પ્રવૃતિ હેઠળ સરકાર ગમે ત્યારે ત્રાસવાદી જાહેર કરી શકે છે.

(3:58 pm IST)